રાહુલના જવાબ પછી કેરી મિનાટીની પણ બોલતી બંધ
રાહુલ વૈદ્ય
યુટ્યુબ પર ૩ કરોડથી પણ વધુ ફૉલોઅર્સ ધરાવતો કૅરી મિનાટી ઉર્ફે અજેય નાગર અત્યંત પૉપ્યુલર યુટ્યુબર્સમાંથી એક છે. કૅરી મિનાટી ‘રોસ્ટ કન્ટેન્ટ’ એટલે કે કોઈ શો, વિષયવસ્તુની અત્યંત ઠેકડી ઉડાડતા વિડિયો માટે જાણીતો છે. કૅરી મિનાટીએ ‘ટિકટૉક’, ‘ઇન્ડિયન આઇડલ’ અને ‘બિગ બૉસ’ના રોસ્ટ વિડિયો બનાવ્યા છે અને તાજેતરમાં ‘બિગ બૉસ 14’ને પણ તેણે ‘રોસ્ટ’ કરી નાખ્યું છે! આમ તો રિયલિટી શો ‘બિગ બૉસ’ વિશે ઘણા મશ્કરી કરતા હોય છે, પણ એનો આજ સુધી કોઈ સ્પર્ધકે વળતો જવાબ નહોતો આપ્યો અને હવે સિંગર રાહુલ વૈદ્યએ આ બાબતે કૅરી મિનાટી પર કટાક્ષ કર્યો છે. એક સમયે ‘ઇન્ડિયન આઇડલ’ના સ્પર્ધકથી બૉલીવુડમાં ગાયક તરીકે ઓળખ બનાવનાર રાહુલ વૈદ્ય ‘બિગ બૉસ 14’નો ફર્સ્ટ રનર-અપ બન્યો છે.
કૅરી મિનાટીના બિગ બૉસ રોસ્ટને જવાબ આપવા માટે રાહુલે વિડિયોશૅર કર્યો હતો જેમાં તે કહે છે, ‘કુછ લોગોં કા નામ અપને કામ સે હોતા હૈ ઔર કુછ લોગોં કા નામ દૂસરોં કો બદનામ કરને સે હોતા હૈ. કૅરી મિનાટી, તારો રોસ્ટ વિડિયો મને ગમ્યો ભાઈ!’ તો સામે કૅરી મિનાટીએ રિપ્લાય આપ્યો, ‘સર કોઈ ટ્વિટર પર ઝઘડો મારી સાથે. ફૉલોઅર્સ વધારવા છે. ક્યારનો એક જ આંકડો છે.’

