ઘરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
તાંડવ કરતી દેખાશે રાધા અને દામિની
ઝીટીવી પર આવતી સિરિયલ ‘પ્યાર કા પહલા નામ રાધા મોહન’માં મહાશિવરાત્રિ નિમિત્તે તાંડવ જોવા મળવાનું છે. ઘરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. એ દરમ્યાન રાધા અને દામિની તાંડવ કરે છે. તાંડવ વિશે રાધાનો રોલ ભજવતી નિહારિકાએ કહ્યું કે ‘મને ડાન્સ કરવો ખૂબ પસંદ છે, પરંતુ મને જ્યારે જાણ થઈ કે મારે આ ડિવાઇન તાંડવ નૃત્ય કરવાનું છે તો હું ખૂબ નર્વસ થઈ ગઈ હતી. હું ક્લાસિકલ ડાન્સર છું. મેં પહેલી વખત તાંડવ કર્યું છે. એમાં પણ સૌથી અઘરી વસ્તુ એ છે કે મેં મારી કોસ્ટાર સંભાબના સાથે પર્ફોર્મ કર્યું. ઑન-સ્ક્રીન અમે ઝઘડતાં હોઈએ છીએ, પરંતુ ઑફ-સ્ક્રીન અમે સારી ફ્રેન્ડ્સ છીએ. તેની સાથે કામ કરવું અઘરું નથી. ફાઇનલ ટેક થાય એ પહેલાં અમે બન્ને ચાર કલાક પ્રૅક્ટિસ કરતાં હતાં. અમારા પર્ફોર્મન્સને જોઈને સેટ પર હાજર દરેકે પ્રશંસા કરી હતી અને આશા છે કે દર્શકોને પણ એ ગમશે.’