Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મનીતની એક છીંક કેટલા લોકોનું બ્લડપ્રેશર વધારી દે છે?

મનીતની એક છીંક કેટલા લોકોનું બ્લડપ્રેશર વધારી દે છે?

Published : 19 April, 2021 12:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘પ્રેમબંધન’નો લીડ હીરો બધાને કોવિડના નામે ડરાવવાનું કામ કરતો, પણ હવે તે એવી મસ્તી નથી કરતો અને યંગસ્ટર્સને પણ મસ્તી કરવાની ના પાડે છે

મનીત જૌરા

મનીત જૌરા


અનેક વેબ-સિરીઝ અને ટીવી-સિરિયલમાં અગાઉ જોવા મળેલો અને અત્યારે દંગલ ચૅનલના શો ‘પ્રેમબંધન’માં જોવા મળતો મનીત જૌરા અત્યારના આ કોવિડકાળમાં બરાબરની મસ્તી કરી લે છે અને એક છીંક એવી ખાય કે સેટ પર હાજર સૌકોઈને પરસેવો છૂટી જાય. સેટ પર જ નહીં, મનીત ડબિંગથી માંડીને ક્રીએટિવ મીટિંગમાં પણ આ જ ખેલ કરે છે. મનીત પોતાની મસ્તી માટે વાત કરતાં કહે છે કે ‘અમે બધા બેઠા હોઈએ ત્યારે હું છુપાઈને એક નાનકડો સ્પ્રે મારી આંગળીઓ વચ્ચે રાખીને ખોટી છીંક ખાઉં અને એ વખતે સ્પ્રે પણ સાથે કરી દઉં, એટલે બધાના મોઢા પર એ પાણી ઊડે અને બધાને એવું લાગે કે એ મારા મોઢામાંથી આવ્યું છે. બધા ગભરાઈ જાય અને ફટાફટ બધા સૅનિટાઇઝ કરવામાં લાગી જાય. આ મસ્તી મેં બહુ લાંબો સમય કરી, પણ અત્યારે જ્યારે કોરોનાની આ સેકન્ડ વેવ આવી છે ત્યારે મને સમજાયું કે આવી મસ્તી ન જ કરવી જોઈએ. શરૂઆતમાં આ મસ્તીને સૌકોઈ મસ્તી તરીકે હસવામાં લઈ લેતા, પણ અત્યારના તબક્કે આ મસ્તી ન કહેવાય. આ ટેન્શન વધારે અને આવી મસ્તી ન કરવી જોઈએ એવું હું પણ બધાને કહીશ. મને ખબર છે કે યંગસ્ટર્સમાં આવી મજાક ઘણા કરે છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 April, 2021 12:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK