આ શો સોમવારથી શુક્રવારે રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે
પ્રાચી બંસલ
સોની પર આવતી સિરિયલ ‘શ્રીમદ રામાયણ’માં સીતાના રોલમાં પ્રાચી બંસલ દેખાય છે. આ શો સોમવારથી શુક્રવારે રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ શોમાં સીતાનાં લગ્ન માટે જે આઉટફિટ તૈયાર કરવામાં આવ્યા છે એ પહેરવા પ્રાચી માટે અઘરા બની ગયા છે. એને ખૂબ ભવ્ય બનાવવામાં આવ્યો છે. એમાં મરુન, રેડ અને મસ્ટર્ડ કલરનું મિશ્રણ છે. વેલ્વેટ ફેબ્રિકથી બનેલા આ લહેંગામાં ઝરદોસી અને એમ્બ્રૉઇડરીનું હેવી વર્ક કરવામાં આવ્યું છે. એના પર હાથી પર બેઠેલાં રાજા-રાણીની ડિઝાઇન કરવામાં આવી છે, જેનાથી એનો શાહી લુક આવે છે. સાથે જ જ્વેલરી પણ હેવી છે. માથા પર જે પંદર મીટરનો દુપટ્ટો છે એના પર સ્ટારની પૅટર્ન રાખવામાં આવી છે. આ લહેંગાને બનાવતાં પાંચ દિવસ લાગ્યા હતા. આ આઉટફિટ વિશે પ્રાચીએ કહ્યું કે ‘સીતાનાં લગ્નનાં કપડાં, હેવી જ્વેલરી, ક્રાઉન અને માથા પરની એસેસરીઝ સાથે પહેરવું થોડું અઘરું છે, પરંતુ એનાથી મને વૈભવતાનો અનુભવ થઈ રહ્યો છે. જ્વેલરી સાથે એ આઉટફિટનો વજન ૨૦ કિલો છે. દરરોજ તૈયાર થવામાં મને અઢી કલાક લાગે છે. જોકે સીતા તરીકેનો લોકોનો રિસ્પૉન્સ અને સ્વીકાર્ય એ બધાથી પરે છે. દર્શકોએ આપેલા સપોર્ટ અને પ્રશંસાનો હું આભાર માનું છું.’