ગઈ કાલે સવારે તે જ્યારે મીરા રોડ ફિલ્મ સ્ટુડિયો જઈ રહી હતી ત્યારે કાશીમીરા પાસે એક સ્કૂલબસે તેની કારને પાછળથી ટક્કર મારી હતી
ઉર્વશી ધોળકિયા
ઉર્વશી ધોળકિયાની કારનો ઍક્સિડન્ટ થતાં તે સહીસલામત છે. સદ્નસીબે તેને કોઈ ઈજા નથી થઈ. ઉર્વશી આજે ઘર-ઘરમાં જાણીતી ઍક્ટ્રેસ છે. ‘કસૌટી ઝિંદગી કી’માં કોમોલિકાનું પાત્ર ભજવીને તે ફેમસ થઈ હતી. તે ‘બિગ બૉસ 6’ની વિજેતા પણ છે. ગઈ કાલે સવારે તે જ્યારે મીરા રોડ ફિલ્મ સ્ટુડિયો જઈ રહી હતી ત્યારે કાશીમીરા પાસે એક સ્કૂલબસે તેની કારને પાછળથી ટક્કર મારી હતી. જોકે ઉર્વશીએ કોઈ ફરિયાદ નથી કરી અને એને માત્ર અકસ્માત જણાવ્યો છે. કાશીમીરા પોલીસે ઉર્વશીના ડ્રાઇવરનું નિવેદન નોંધી લીધું છે.

