‘બિગ બૉસ 18’માં રવિવારે ગ્રૅન્ડ પ્રીમિયર એપિસોડમાં ૧૯મા કન્ટેસ્ટન્ટ તરીકે એક ડૉન્કીની એન્ટ્રી થઈ હતી. પહેલા દિવસથી જ બિગ બૉસના ઘરમાં એક સાચા પ્રાણીને રાખવામાં આવ્યું છે. આ ડૉન્કીનું નામ ‘ગધરાજ’ રાખ્યું છે.
બિગ બોસ સેટ પરની તસવીર
બિગ બૉસ 18માં ઓગણીસમા સ્પર્ધક તરીકે ગધેડાને લાવવા સામે પ્રાણીપ્રેમી સંસ્થા નારાજ
‘બિગ બૉસ 18’માં રવિવારે ગ્રૅન્ડ પ્રીમિયર એપિસોડમાં ૧૯મા કન્ટેસ્ટન્ટ તરીકે એક ડૉન્કીની એન્ટ્રી થઈ હતી. પહેલા દિવસથી જ બિગ બૉસના ઘરમાં એક સાચા પ્રાણીને રાખવામાં આવ્યું છે. આ ડૉન્કીનું નામ ‘ગધરાજ’ રાખ્યું છે. એને ગાર્ડન એરિયામાં જગ્યા આપવામાં આવી છે અને ઘરના સભ્યોને એની સંભાળ રાખવાનું કહેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
જોકે મેકર્સનો આ નિર્ણય પ્રાણીઓનાં હિતોની રક્ષા કરતી સંસ્થા PETA એટલે કે પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સને પસંદ પડ્યો નથી. બુધવારે PETA ઇન્ડિયાના શૌર્ય અગ્રવાલે ‘બિગ બોસ 18’ના હોસ્ટ સલમાન ખાનને પત્ર લખ્યો છે કે ‘બિગ બૉસના ઘરમાં ડૉન્કીને રાખવાના કારણે અમને ઘણા વ્યથિત લોકોની ફરિયાદ મળી રહી છે. તેમની ચિંતા સ્વાભાવિક છે અને એને નજરઅંદાજ કરી શકાય એમ નથી.’
સલમાન ખાનના આ શોમાં એક પ્રાણીને સામેલ કરવાની ઘટનાને ‘દુઃખદ’ જણાવતાં PETA ઇન્ડિયાએ તેને અપીલ કરી છે કે હોસ્ટ તરીકે અને પોતાના સ્ટાર પાવરનો ઉપયોગ કરીને આ ડૉન્કી સંસ્થાને સોંપી દે જેથી એને અન્ય રેસ્ક્યુ કરાયેલા ડૉન્કી સાથે સૅન્ક્ચ્યુઅરીમાં રાખી શકીએ. પત્રમાં લખવામાં આવ્યું છે કે ‘પ્રાણીઓ કોઈ હસીમજાકનું સાધન નથી. શોના સેટ પર મનોરંજન માટે પ્રાણીઓનો આ રીતે ઉપયોગ કરવાથી બચવું જોઈએ.’