સ્ટાર બનતા પહેલા જેલ ભોગવી ચૂક્યા છે પંકજ ત્રિપાઠી, પોતે જ કર્યો ખુલાસો
કપિલ શર્માના ઘર એટલે કે 'ધ કપિલ શર્મા શો'માં આ વખતે પંકજ ત્રિપાઠી, કુમાર વિશ્વાસ અને મનોજ વાજપેયી મહેમાન બનવાના છે. આ એપિસોડ વીક એન્ડમાં ટેલિકાસ્ટ થશે, જો કે એ પહેલા સોની ટીવી શોનો નાનકડો પ્રોમો રિલીઝ કર્યો છે. આ પ્રોમોમાં કપિલ શર્મા પંકજ ત્રિપાઠી, મનોજ વાજપેઈ, કુમાર વિશ્વાસ સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કપિલ ત્રણેય ગેસ્ટ સાથે સવાલ જવાબ કરી રહ્યા છે. કપિલ ત્રણેયને વારાફરથી ત્રણેય વિશે ફેલાયેલી અફવાઓ વિશે પૂછી રહ્યા છે. પહેલા કપિલ કુમાર વિશ્વાસને પૂછે છે કે તેમના વિશે એક અફવા એવી છે, કે તેમણે પોલિટિક્સ એટલા માટે છોડ્યું કારણ કે ધરણા કરી કરીને તેમના ધરણા સૂજી ગયા હતા. આ વાત પર વિશ્વાસ ખડખડાટ હસવા લાગે છે.
ADVERTISEMENT
બાદમાં કપિલ શર્મા પંકજ ત્રિપાઠીને પૂછે છે કે,'તમારા વિશે અફવા છે કે કોલેજ કાળમાં તમે 7 દિવસ જેલમાં રહી ચૂક્યા છો. ' તો જવાબમાં પંકજ ત્રિપાઠી કહે છે કે,'હા, હું વિદ્યાર્થી રાજકારણમાં હતો.' બાદમાં કપિલ તેમને પૂછે છે કે તમને રાજકારણમાં પ્રવેશવાનો આઈડિયા ક્યાંથી આવ્યો ? જેના જવાબમાં પંકજ કહે છે કે જ્યારે તમે યુવાન હો છો, તો તમારી અંદર કંઈક કરવાની ઈચ્છા હોય છે. પંકજ ત્રિપાઠીનો જવાબ સાંભળીને તે હસવા લાગે છે.
બાદમાં કપિલ શર્મા મનોજ વાજપેયીને સવાલ આપે છે કે,'તમારા વિશે એવી અફવા છે કે તમારી બિલ્ડિંગમાં જે પણ શાક વેચવા આવે એ મોંઘુ આપે છે, એટલે તમે જાતે શાક ખરીદો છો ?' તો એક્ટર મનોજ બાજપેયી જવાબ આપે છે કે,'હા, મને શાકભાજી ખરીદવાનો ખૂબ શોખ છે, અને હું હંમેશા ઘરે જતા શાકભાજી લેતો જઉ છું.'

