ખતરોં કે ખિલાડીમાં હવે ટાસ્ક આપશે ઑડિયન્સ
ખતરોં કે ખિલાડી
કલર્સ ચૅનલ પર આવતા રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી - મેઇડ ઇન ઇન્ડિયા’ના આગામી એપિસોડ વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવવા અને શોની ટીઆરપી વધારવા માટે હવે એમાં ઑડિયન્સને પણ ઇન્વૉલ્વ કરવાનું શરૂ થવાનું છે. આ સેગમેન્ટમાં દેશભરના ઑડિયન્સને કન્ટેસ્ટન્ટને ટાસ્ક આપવાનું કહેવામાં આવ્યું છે. જે કોઈ કન્ટેસ્ટન્ટ છે તેમણે આ ટાસ્ક પૂરા કરવાના રહેશે. ઑડિયન્સ સૌથી વધારે ટાસ્ક અત્યારે જસ્મિન ભસીનને આપે છે તો બીજા નંબરે ભારતી અને તેનો હસબન્ડ હર્ષ લિમ્બાચિયાને ટાસ્ક મળે છે.
ઇન્ડિયા કી ફરમાઇશ તરીકે ઓળખાનારા આ સેગમેન્ટમાં અમુક ટાસ્ક તો એવા છે જે ભારોભાર કૉમેડી જન્માવે એવા છે. રોહિત શેટ્ટી એ વાતનું ધ્યાન રાખે છે કે જેકોઈ ટાસ્ક ક્રીએટિવ ટીમ દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યા હોય એ કોઈ પણ હિસાબે પૂરા થાય.

