તેણે ‘છોટી સરદારની’ અને શુભ શગુન’માં કામ કર્યું હતું
શહઝાદા ધામી
‘યે જાદુ હૈ જીન કા’માં જોવા મળેલા શહઝાદા ધામીનું કહેવું છે કે તેની પાસે પર્સનલ લાઇફ માટે સમય નથી. તેણે ‘છોટી સરદારની’ અને શુભ શગુન’માં કામ કર્યું હતું. તેનું કહેવું છે કે વર્તમાન સમય એક ઍક્ટર માટે ચૅલેન્જિંગ અને તકોની દૃષ્ટિએ સારો છે. એ વિશે શહઝાદાએ કહ્યું કે ‘એક ઍક્ટર માટે હાલનો સમય પડકારજનક છે, કારણ કે તમારી પાસે પર્સનલ લાઇફ માટે સમય નથી હોતો. જો તમે ડેઇલી સિરિયલમાં કામ કરતા હો તો તમારે શો પ્રત્યે પહેલાં તો સમર્પિત રહેવું પડે અને બાદમાં બીજી વસ્તુઓ આવે છે. હું કૅરૅક્ટરને સમજું છું અને એ પ્રમાણે પાત્ર ભજવું છું. મારા માટે સૌથી ચૅલેન્જિંગ વસ્તુ એ છે કે મારે દરરોજના ફિટનેસ રૂટીનને જાળવી રાખવાનું હોય છે, કારણ કે હું કદી જિમ અને શેડ્યુલમાં ગેરહાજર નથી રહેતો. એથી હું જ્યારે શૂટિંગ કરતો હોઉં અને મારું શૂટિંગ કોઈ પણ સમયે પૂરું થાય એટલે હું અચૂક જિમમાં જાઉં છું. વાહે ગુરુજીની કિરપા છે કે હું જ્યારે પણ ફ્રી હોઉં ત્યારે મને કામ મળી જાય છે.’