ટીના દત્તાનું કહેવું છે કે લોકો ટેલિવિઝન પર સતત એક જ વસ્તુ જોઈને કંટાળી જાય છે અને તેમને કાંઈક નવું જોવાની ઇચ્છા હોય છે. તે
ટીના દત્તા
ટીના દત્તાનું કહેવું છે કે લોકો ટેલિવિઝન પર સતત એક જ વસ્તુ જોઈને કંટાળી જાય છે અને તેમને કાંઈક નવું જોવાની ઇચ્છા હોય છે. તે સોની પર આવતી ‘હમ રહે ના રહે હમ’માં દેખાઈ રહી છે. તેની સાથે જય ભાનુશાલી પણ છે. ટીનાનું માનવું છે કે શોની સ્ટોરી નવીનતા લઈને આવી છે. ટીનાએ કહ્યું કે ‘મને એવું લાગે છે કે લોકોને નવું જોવાની ઇચ્છા હોય છે, કારણ કે એક જ વસ્તુ ટેલિવિઝન પર તમે કેટલો વખત જોઈ શકો? આપણે બધા સમયની સાથે આગળ વધીએ છીએ અને નવી વસ્તુ સ્વીકારીએ છીએ. એથી લોકોને પણ નવું-નવું જોવું છે. એટલે ‘હમ રહે ના રહે હમ’ની સ્ટોરી રિફ્રેશિંગ છે. આજના સમયની આ નવી સ્ટોરી છે. હા, પરિવર્તન સતત થવું જોઈએ અને દર્શકો પણ સ્ક્રીન પર રિફ્રેશ વસ્તુ જોવા આતુર હોય છે.’
‘વંશજ’માં મારા પાત્રના આદર્શ મારી સાથે સમાનતા ધરાવે છે : પુનિત ઇસ્સાર
ADVERTISEMENT
પુનિત ઇસ્સારનું કહેવું છે કે ‘વંશજ’માં તેમનું ભાનુપ્રતાપનું પાત્ર તેમના આદર્શોને કારણે તેમની સાથે સમાનતા ધરાવે છે. આ સિરિયલ સબ ટીવી પર જૂનમાં શરૂ થવાની છે. આ શોની સ્ટોરી એક બિઝનેસ પરિવારની આસપાસ ફરશે. આ શોમાં પોતાના રોલ વિશે પુનિત ઇસ્સારે કહ્યું કે ‘ફૅમિલીમાં સૌથી વરિષ્ઠ હોવાથી આખા એમ્પાયરને ઊભું થતું જોયું છે એવા ભાનુપ્રતાપ સૌને પરસ્પર જોડી રાખવાનું કામ કરે છે. સાથે જ કુટુંબ વિખેરાઈ ન જાય એનું ખાસ ધ્યાન પણ તેઓ રાખે છે. આ પાત્ર તેમના આદર્શો અને જીવન પ્રત્યેના તેમના દૃષ્ટિકોણ માટે મારી સાથે સામ્ય ધરાવે છે. હું આ એક્સાઇટિંગ જર્ની માટે આતુર છું.’
એક ઍક્ટર તરીકે ‘વંશજ’માં મારા પાત્રની ચૅલેન્જને સ્વીકારવા હું તૈયાર છું : માહિર પાંધી
માહિર પાંધી સબ ટીવી પર શરૂ થનારી નવી સિરિયલ ‘વંશજ’માં લીડ રોલમાં દેખાવાનો છે. તેનું માનવું છે કે તેનો રોલ ચૅલેન્જિંગ છે અને એને માટે તે પૂરી રીતે તૈયાર છે. આ સિરિયલમાં તે દિગ્વિજયના રોલમાં દેખાવાનો છે. તો બીજી તરફ અંજલિ તત્રારી યુવિકાના રોલમાં દેખાવાની છે. દિગ્વિજયના પોતાના રોલ વિશે માહિર પાંધીએ કહ્યું કે ‘દિગ્વિજય પાસે સંપત્તિ અને સત્તા બન્ને છે. તેને લાગે છે કે તે બિઝનેસને પોતાના હાથમાં લેવાને યોગ્ય છે. તેના કૅરૅક્ટરના અનેકવિધ ચહેરા છે અને શોમાં તેની અંદર છુપાયેલાં રહસ્યો યુવિકા માટે કસોટી સાબિત થવાની છે. એક ઍક્ટર તરીકે મને આ ચૅલેન્જિંગ રોલની તક મળતાં એને સાકાર કરવા માટે હું ઉત્સુક છું. તેની સાથે જોડાયેલી જટિલતામાં ઊંડા ઊતરી જવા માટે પણ તૈયાર છું.’