હું જ્યારે ટીમને, કલાકારોને અને ફાઇનલ પ્રોડક્ટને જોઉં છું તો હું પોતાને નસીબદાર માનું છું. અગાઉ મેં અનેક શોમાં ભાગ લીધો હતો, પરંતુ ‘તેરી મેરી ડોરિયાં’ તદ્દન અલગ અનુભવ છે જે મારા માટે સ્પેશ્યલ છે.’
હિમાંશી પરાશર
સ્ટાર પ્લસ પર શરૂ થનાર ‘તેરી મેરી ડોરિયાં’માં જોવા મળનાર હિમાંશી પરાશરનું કહેવું છે કે તેણે કદી નહોતું વિચાર્યું કે તે પણ ક્યારેક ઍક્ટર્સ સાથે કામ કરશે. તેની સાથે આ સિરિયલમાં વિજયેન્દ્ર કુમરિયા પણ દેખાશે. તેના પ્રોમોને જોઈને લોકોમાં પણ આ શોને લઈને એક્સાઇટમેન્ટ છે. આ શોમાં કામ મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં હિમાંશીએ કહ્યું કે ‘બાળપણથી હું ટીવીના કલાકારોની પ્રશંસા કરતી આવી છું. હું મારી મમ્મી સાથે બેસીને અનેક ટીવી-શો જોતી હતી. જોકે ૨૦૧૮ સુધી તો મને કલ્પના સુધ્ધાં નહોતી કે હું પણ કદાચ ટીવી ઍક્ટર્સમાંની જ એક હોઈશ. ‘તેરી મેરી ડોરિયાં’માં જોડાઈને હું ખૂબ ખુશ છું. મને અદ્ભુત લાગણીનો અનુભવ થાય છે જ્યારે હું વિચારું છું કે નાનકડી હિમાંશી તેના મેડિકલના સ્ટડીઝમાં કેટલી બિઝી હતી. મને જરા પણ ખ્યાલ નહોતો કે જીવનમાં મને ઘણુંબધું મળવાનું હશે. હું જ્યારે ટીમને, કલાકારોને અને ફાઇનલ પ્રોડક્ટને જોઉં છું તો હું પોતાને નસીબદાર માનું છું. અગાઉ મેં અનેક શોમાં ભાગ લીધો હતો, પરંતુ ‘તેરી મેરી ડોરિયાં’ તદ્દન અલગ અનુભવ છે જે મારા માટે સ્પેશ્યલ છે.’