કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનમાં કયા સ્ટાર્સ આવવાના છે એને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ શો ડિઝની + હૉટસ્ટાર પર ૨૬ ઑક્ટોબરથી શરૂ થવાનો છે. શોમાં સ્ટારની લાઇફનાં અનેક પાનાંઓ ખોલવામાં આવે છે.
નીતૂ કપૂર અને ઝીનત અમાનની તસવીરોનું કૉલાજ
કરણ જોહરના શો ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનમાં કયા સ્ટાર્સ આવવાના છે એને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ શો ડિઝની + હૉટસ્ટાર પર ૨૬ ઑક્ટોબરથી શરૂ થવાનો છે. શોમાં સ્ટારની લાઇફનાં અનેક પાનાંઓ ખોલવામાં આવે છે. એમાં તેમને પર્સનલ સવાલોથી માંડીને પ્રોફેશનલ સવાલો પણ કરવામાં આવે છે. આ શોમાં નીતુ સિંહ અને ઝીનત અમાન પણ દેખાશે એવી શક્યતા લાગી રહી છે. જોકે આ બન્ને સાથે આવવાનાં છે કે અલગ-અલગ એ ચોક્કસ નથી જાણવા મળ્યું. તેઓ પહેલી વખત સેલિબ્રિટી ચૅટ શોમાં દેખાવાની છે. આ બન્નેએ અગાઉ ‘ધરમ વીર’ અને ‘ધ ગ્રેટ ગૅમ્બલર’માં સાથે કામ કર્યું હતું. હવે આ શોમાં પોતાના ભૂતકાળના કેટલાક અનુભવો પર પણ તેઓ પ્રકાશ પાડી શકે છે.

