Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કૅમેરા સામે કિસ કઈ રીતે કરાય?

કૅમેરા સામે કિસ કઈ રીતે કરાય?

Published : 19 October, 2024 11:03 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મોમાં ક્યારેય કિસ નહીં કરનારી નીલમે જ્યારે હસબન્ડ સમીર સોનીને પૂછ્યું...

નીલમ કોઠારી

નીલમ કોઠારી


‘હમ સાથ સાથ હૈં’માં VJનું પાત્ર આજે પણ લોકોને યાદ છે. એ પાત્ર ભજવનારી અભિનેત્રી નીલમ કોઠારીએ ૧૯૮૪માં આવેલી ‘જવાની’ ફિલ્મથી ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી, પરંતુ ગયા વર્ષે ઍમૅઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી સિરીઝ ‘મેડ ઇન હેવન 2’માં તેણે એ કર્યું જે આજ સુધી નહોતું કર્યું. એમાં નીલમ કોઠારીએ ઑન-સ્ક્રીન કિસિંગ સીન કર્યો. એ પણ લિપલૉક.


કિસિંગ સીન કરવાની હિંમત વિશે વાત કરતાં નીલમ કોઠારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે ‘મારી ઢંકાયેલી નેકલાઇન અને ફુલી કવર્ડ કપડાં સાથે હું હંમેશાં ‘મિસ પ્રૉપર’ રહી છું. એક્સપોઝર વિનાનું મારું સ્વરૂપ આજ સુધી બધાએ જોયું છે. ઝોયા (અખ્તર)એ મને સ્ક્રિપ્ટ નરેટ કરી અને કહ્યું કે નીલમ, અહીં કિસિંગ સીન છે. અને મને ઝોયા સાથે કામ કરવાની અદમ્ય ઇચ્છા હતી. ઝોયાએ તરત કહ્યું, ડોન્ટ વરી, એ તારા હસબન્ડ સાથે જ છે. એટલે મને થયું કે ઓકે, હું કંઈક બોલ્ડ અને અલગ કરી રહી છું તો મારા હસબન્ડ સાથે જ કેમ નહીં.’



કૅમેરા અને ક્રૂ સામે આ સીન શૂટ કરવામાં મુશ્કેલ પડ્યો હતો કે કેમ એવા સવાલના જવાબમાં નીલમે શરમાઈને કહ્યું હતું કે ‘અમારા સીન પહેલાં મેં સમીરને પૂછ્યું હતું, કૅમેરા સામે કઈ રીતે કિસ કરાય? તેણે કહ્યું, મૂર્ખા જેવી વાત ન કર, તું મને શરમાવી રહી છે.’ નીલમે જણાવ્યા મુજબ એ સીન માત્ર બે ટેકમાં પૂર્ણ થયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

19 October, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK