તેની અને દિશા પરમારની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી.
નકુલ મહેતા
નકુલ મેહતાએ ‘બડે અચ્છે લગતે હૈં 2’ને છોડી દીધો છે. રામ કપૂરના શો ‘બડે અચ્છે લગતે હૈં’ ખૂબ જ પૉપ્યુલર થયો હોવાથી એની સીક્વલ બનાવવામાં આવી હતી, જેમાં નકુલ કામ કરી રહ્યો હતો. તેની અને દિશા પરમારની કેમિસ્ટ્રીને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી હતી. જોકે હવે દર્શકોને એ જોવા નહીં મળે. આ વિશે વાત કરતાં નકુલે કહ્યું હતું કે ‘અમે એક આઇકૉનિક શો બનાવવાનું નક્કી કર્યું હતું એથી શરૂઆતમાં અમને ખૂબ જ ડાઉટ હતો. જોકે આ શોને ઘણો પ્રેમ મળ્યો છે. આ શો જે રીતે લોકો સુધી પહોંચ્યો છે એ ખૂબ જ સ્પેશ્યલ છે. આ શોના પાર્ટ બનીને મને ખૂબ જ ખુશી થઈ છે. સ્ટોરી જે રીતે આગળ જઈ રહી છે એ જોઈને મને લાગે છે કે હવે એમાં હું કંઈ નવું કરી શકું એમ નથી. આથી મેં આ શો છોડવાનું નક્કી કર્યું છે. હું રામને મિસ કરીશ.’