Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘વો તો હૈ અલબેલા’માં મારા પાત્ર ચમન બહારને જોઈને લાગશે નહીં કે એ નેગેિટવ કૅરૅક્ટર છે : પ્રિયંવદા કાન્ત

‘વો તો હૈ અલબેલા’માં મારા પાત્ર ચમન બહારને જોઈને લાગશે નહીં કે એ નેગેિટવ કૅરૅક્ટર છે : પ્રિયંવદા કાન્ત

Published : 15 April, 2023 08:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ પ્રિયંવદાએ ‘બૈરી પિયા’, ‘સસુરાલ સિમર કા’, ‘સબકી લાડલી બેબો’, ‘તેનાલી રામ’ અને ‘તેરા મેરા સાથ રહે’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું

પ્રિયંવદા કાન્ત

પ્રિયંવદા કાન્ત


‘વો તો હૈ અલબેલા’માં ચમન બહારનો રોલ કરનાર પ્રિયંવદા કાન્તનું કહેવું છે કે તેને જોઈને લાગશે નહીં કે તે ઑન-સ્ક્રીન નેગેિટવ કૅરૅક્ટર ભજવી રહી છે. આ શો સ્ટાર ભારત પર ટેલિકાસ્ટ થાય છે. અગાઉ પ્રિયંવદાએ ‘બૈરી પિયા’, ‘સસુરાલ સિમર કા’, ‘સબકી લાડલી બેબો’, ‘તેનાલી રામ’ અને ‘તેરા મેરા સાથ રહે’ જેવી સિરિયલમાં કામ કર્યું હતું. ‘વો તો હૈ અલબેલા’માં પોતાના રોલ વિશે પ્રિયંવદાએ કહ્યું કે ‘ચમન બહાર એવું પાત્ર નથી કે જેને તમે દરરોજ જોઈ શકો છો. એનું કૅરૅક્ટર દુષ્ટ છે અને સૌ એના અંદાજ સાથે પોતાને રિલેટ કરી શકે છે. એના ઇરાદાઓ ખરાબ હોવા છતાં પણ એ ખુશનુમા વાતાવરણ રાખે છે. એથી તમને અંદાજ નહીં આવે કે ચમન બહાર નેગેટિવ કૅરૅક્ટર છે. ચમન બહારનો રોલ કરવો એ મારી પસંદ હતી, કારણ કે એ ચોક્કસ પ્રકારની વિલન નથી કે જેને જોવી ન ગમે. મને ફૅન્સ અને ફ્રેન્ડ્સના ઘણાબધા લેટર્સ આવે છે જેમાં તેઓ લખે છે કે તેમને ચમન બહારને જોવી ગમે છે. એથી મને ખુશી થાય છે. આ રોલ ભજવવો આનંદદાયક છે પરંતુ સાથે જ એ અઘરું પણ છે, કારણ કે આવાં જટીલ પાત્ર ભજવવા માટે તમારે વિવિધ ઇમોશન્સ દેખાડવાં પડે છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2023 08:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK