આ જ કારણે સંગીતકાર વિશાલ દાદલાણી તમને અત્યારે ‘ઇન્ડિયન આઇડલ’ માં જજ તરીકે જોવા નથી મળી રહ્યો
વિશાલ દદલાણી
સોની ટીવીનો રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ’ ફાઇનલી ટીઆરપીમાં પાંચમા નંબરે આવ્યો છે ત્યારે શોમાં છેલ્લા થોડા સમયથી જજ અને સિંગર-કમ-મ્યુઝિક ડિરેક્ટર વિશાલ દાદલાણી જોવા કેમ નથી મળતો એ વાત પણ બહાર આવી છે. વિશાલ અત્યારે તેના પેરન્ટ્સ સાથે પનવેલના ફાર્મહાઉસ પર છે અને મુંબઈમાં શૂટિંગની મનાઈ થતાં ‘ઇન્ડિયન આઇડલ’નું શૂટિંગ દમણમાં થાય છે. દમણમાં બનાવવામાં આવેલા
બાયો-બબલ વચ્ચેથી કોઈએ બહાર નીકળવાનું નથી એવો નિયમ પ્રોડક્શન-હાઉસે બનાવ્યો છે. આ નિયમ મુજબ જો વિશાલ શૂટિંગમાં આવે તો તેને પેરન્ટ્સ પાસે જવા મળે નહીં અને વિશાલ નથી ઇચ્છતો કે તે પેરન્ટ્સથી લાંબો સમય દૂર રહે. આ જ કારણ છે કે વિશાલે હાલ પૂરતો ‘ઇન્ડિયન આઇડલ’માંથી બ્રેક લીધો છે.
વિશાલની જગ્યાએ અત્યારે અનુ મલિકને લાવવામાં આવ્યા છે, પણ જેવું મુંબઈમાં શૂટ શરૂ થશે કે તરત જ વિશાલ શો જૉઇન કરશે એ પણ નક્કી છે.

