કેમ કે તેમની પાસે મુંબઈ આવવાનો સમય નહોતો
મુમતાઝ
સિન્ગિંગ રિયલિટી શો ‘સુપરસ્ટાર સિંગર 2’માં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું હોવાની વાતની પુષ્ટિ કરતાં મુમતાઝે જણાવ્યું કે તેઓ આમંત્રણનો સ્વીકાર કરી શક્યાં નહોતાં કેમ કે તેમની પાસે મુંબઈ આવવાનો સમય નહોતો, પરંતુ જ્યારે પણ શક્ય હશે તો તેઓ ચોક્કસ આ શોનો ભાગ બનવાનું પસંદ કરશે. મુમતાઝ ભારતમાં ન હોવાથી તેમણે આ શો નકાર્યો હતો, પરંતુ હવે તે ભારત પાછાં આવી ગયાં છે. ગયા વર્ષે તેમને ‘ડાન્સ દીવાને’માં હાજર રહેવા માટે પણ આમંત્રિત કરાયાં હતાં, પરંતુ એ સંભવ બની શક્યું નહોતું. ‘સુપરસ્ટાર સિંગર 2’માં હાજર રહેવા માટે આમંત્રણ મળ્યું હોવાની વાતનું સમર્થન કરતાં મુમતાઝે કહ્યું કે ‘એ સમયે હું લંડનમાં હતી અને હું જલદી જ ભારત આવું એમ તેઓ ઇચ્છતાં હતાં, પરંતુ એ શક્ય નહોતું. હું બાળકોને પ્રેમ કરું છું. હું ઇચ્છું છું કે તેમણે મારો સંપર્ક થોડો વહેલો કર્યો હોત તો સારું હોત.’

