કુમકુમ ભાગ્યના સેટ પર પોતાની ગૅન્ગનો ખુલાસો કર્યો મુગ્ધા ચાપેકરે
મુગ્ધા ચાપેકર અને દોસ્તો
મુગ્ધા ચાપેકરે તેની ગુચ્ચી ગૅન્ગનો ખુલાસો કર્યો છે. લૉકડાઉનમાં રાહત મળતાં ફિલ્મો અને સિરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે. ઝી ટીવી પર દેખાડવામાં આવતા ‘કુમકુમ ભાગ્ય’નું શૂટિંગ પણ શરૂ કરવામાં આવ્યુ છે. આ શો સોમવારથી શુક્રવારે રાતે 9 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. ગુચ્ચી ગૅન્ગમાં મુગ્ધા, ક્રિષ્ના કૌલ, શ્રિતી ઝા, ઝિશાન ખાન અને અપર્ણા મિશ્રા સામેલ છે. તેમનું રીયુનિયન થયું હતું. આ શોમાં પ્રાચીની ભૂમિકા ભજવતી મુગ્ધાએ તેની ગૅન્ગ વિશે કહ્યું હતું કે ‘લૉકડાઉન બાદ દરેકને મળવું ખૂબ ઇમોશનલ હતું. ગુચ્ચી ગૅન્ગના રીયુનિયનથી અમે ખૂબ ઉત્સાહિત થયા હતા. મોટા ભાગના લોકોને અમારી ગુચ્ચી ગૅન્ગ વિશે માહિતી નથી. એમાં મારી સાથે અમે પાંચ લોકો છીએ. ક્રિષ્ના કૌલ (રણબીર), શ્રિતી ઝા (પ્રજ્ઞા), ઝિશાન ખાન (આર્યન) અને અપર્ણા મિશ્રા (શહાના) છીએ. અમે જ્યારે પણ સેટ પર મળીએ ખૂબ ધમાલ કરીએ છીએ. આ ફ્રેન્ડશિપ ડેમાં અમે ખૂબ આનંદ કર્યો હતો.’
પોતાની ગુચ્ચી ગૅન્ગના અનોખા નામને લઈને મુગ્ધાએ કહ્યું હતું કે ‘લિટલ પમ્પના ગીતને સાંભળીને ક્રિષ્ના અને ઝિશાન અમને ગુચ્ચી ગૅન્ગ કહીને બોલાવતા હતા. આ ગીત જ્યારે રિલીઝ થયું ત્યારે અમે વૅનિટી વૅન્સમાં આ ગીત ખૂબ વગાડતાં હતાં. એ અમારો સીક્રેટ પાસવર્ડ બની ગયો હતો. એથી હા, અમે ‘કુમકુમ ભાગ્ય’નાં સેટ પર ખૂબ મજા કરતાં હતાં. આવી રીતે અમે સંકટના સમયે પણ ખુશ હતાં.’

