મિસ્ટર સંજય અને મિસિસ મધુ ફરી આવી રહ્યા છે
બિસ્વપતિ સરકાર(સંજય) અને નિધી બિશ્ત(મધુ)
પરમેનન્ટ રુમમેટ્સ, બેચલર્સ, ટ્રિપલિંગ અને કોટા ફેક્ટરી સહિતની ક્વોલિટી વેબ-સિરીઝ બનાવવા માટે જાણીતા ઓનલાઈન પ્લેટફૉર્મ ‘ધ વાયરલ ફિવર’(TVF)ની જાણીતી સિરીઝ ‘મિસ્ટર એન્ડ મિસિસ’ની બીજી સિઝનનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.
૨૦૧૦માં શરૂ થયેલા TVFની સબસિડરી ચાર ચેનલ્સ છે: ગર્લીયાપા, સ્ક્રિનપત્તી, ટાઈમલાઈનર્સ અને ટીવીએફ માચી. ચારેયમાં જુદી-જુદી શૉર્ટ ફિલ્મો, સોશિયલ મીડિયા વિડિયોઝ અને વેબ-સિરીઝ બનતી રહે છે. તેઓ ટીવીએફ વેબસાઈટ તથા યુ-ટ્યુબ બંને પર ફ્રિ ઑફ કોસ્ટ પબ્લિશ કરતા રહે છે. ‘ગર્લિયપા’ની પતિ-પત્નીની મીઠી નોંકઝોક, ઝઘડા, વાતો, વગેરે રજૂ કરતી સિરીઝ ‘મિસ્ટર એન્ડ મિસિસ’ રિલીઝ થઈ હતી જેમાં બિસ્વપતિ સરકાર(સંજય) અને નિધી બિશ્તે(મધુ) મુખ્ય પાત્રો ભજવ્યા હતા. સાડા ૬થી ૧૨ મિનિટના તે ૯ એપિસોડ્સ દર્શકોને ખૂબ જ પસંદ પડ્યા હતા. હવે તેની બીજી સિઝન આવી રહી છે જે આકાંક્ષા દુઆ ડિરેક્ટ કરશે. જર્નાલિસ્ટ અર્નબ ગોસ્વામી જેવા ગેટ-અપ અને હાવભાવ સાથે બિસ્વપતિ સરકારે રજૂ કરેલા શો ‘બેરલી સ્પિકિંગ વિથ અર્નબ’ ખાસો લોકપ્રિય થયો હતો. TVFના મોટાભાગના પ્રોજેક્ટ્સની જેમ અહીં પણ હ્યુમર અને વિટી ડાયલૉગ્સનો તડકો જોવા મળશે.