સાસુ અને વહુની લવ-સ્ટોરી છે હમકદમ : ગુરદીપ કોહલી
સાસુ અને વહુની લવ-સ્ટોરી છે હમકદમ : ગુરદીપ કોહલી
સ્ટાર પ્લસના લોકપ્રિય શોમાંથી એક ‘સંજીવની’માં ડૉ. જુહી તરીકે જાણીતી અભિનેત્રી ગુરદીપ કોહલીએ કારકિર્દીની શરૂઆતથી જ મજબૂત પાત્રો ભજવ્યાં છે. હાલમાં તે નવી લૉન્ચ થયેલી ચૅનલ ‘ઇશારા ટીવી’ના શો ‘હમકદમ’માં સાસુનું પાત્ર ભજવી રહી છે. આ શોમાં ભૂમિકા ગુરંગ વહુ તારાના રોલમાં છે. સાસુ-વહુની મિત્રતા અને તેમનું સ્ટ્રૉન્ગ બૉન્ડિંગ આ શોમાં રજૂ થયાં છે. ‘સિંદૂર તેરે નામ કા’, ‘કસમ સે’, ‘બેસ્ટ ઑફ લક નિક્કી’ જેવા યાદગાર શો કરી ચૂકેલી ગુરદીપ કોહલીએ ‘હમકદમ’ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘બધાને સાસુ-વહુનો અણબનાવ રૂટીન લાગે છે, પણ હમકદમ એ સાસુ-વહુની રૂટીન સ્ટોરી છે જે આપણે ક્યારેય નથી જોઈ. ‘હમકદમ’માં શાંતિ અને તારા મુશ્કેલી આવે ત્યારે એકમેકના પડખે ઊભાં રહે છે. મારા મતે આ શો સાસુ અને વહુની લવ-સ્ટોરી છે. અમારા શોનું લક્ષ્ય પણ રિયલિટી બતાવવાનું છે. જે લોકો ઓટીટી તરફ વળ્યા છે તેમને માટે અમે ટીવી પર રિયલ ઇમોશન્સ લઈને આવ્યા છીએ.’

