આ શો સોમવારથી શનિવારે રાતે ઝીટીવી પર સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થાય છે
‘મૈં હૂં અપરાજિતા’માં ઑન-સ્ક્રીન દીકરીઓ સાથે ફ્રેન્ડ જેવો સંબંધ છે માનવ ગોહિલનો
માનવ ગોહિલનું કહેવું છે કે સિરિયલ ‘મૈં હૂં અપરાજિતા’માં તેની ઑન-સ્ક્રીન દીકરીઓ સાથે ફ્રેન્ડ જેવો સંબંધ છે. આ શો સોમવારથી શનિવારે રાતે ઝીટીવી પર સાડાસાત વાગ્યે ટેલિકાસ્ટ થાય છે. આ સિરિયલમાં માનવની ત્રણ દીકરીનો રોલ અનુષ્કા મર્ચન્દે, ધ્વનિ ગોરી અને શ્રુતિ ચૌધરી ભજવે છે. રિયલ લાઇફમાં માનવને ઝાહરા નામની ૧૦ વર્ષની દીકરી છે. ઑન-સ્ક્રીન દીકરીઓ સાથેની બૉન્ડિંગ વિશે માનવે કહ્યું કે ‘હું એટલું ચોક્કસ કહીશ કે પિતા-પુત્રીનો સંબંધ સૌથી સુંદર છે. આ શોમાં હું ત્રણ દીકરીના પિતાનો રોલ કરી રહ્યો છું. શોમાં મારી આ દીકરીઓ ખૂબ વહાલી છે. આ રીલ લાઇફ દીકરીઓ સાથે હું ફ્રેન્ડ જેવો છું. તે બધી ખૂબ સ્માર્ટ છે અને નવું જાણવા માટે ઉત્સુક હોય છે. તેમને ઇન્ડસ્ટ્રી વિશે બધું જાણવું છે. તો સાથે જ મને પણ તેમની પાસેથી ઘણુંબધું શીખવા મળ્યું છે.’