આ શોમાં અક્ષયનું પાત્ર માનવ ગોહિલ ભજવી રહ્યો છે.
અનુષ્કા મર્ચન્દે
અનુષ્કા મર્ચન્દેએ તેના પાત્ર માટે પોતે મેંદી મૂકી છે. તે ‘મૈં હૂં અપરાજિતા’માં છવીનું પાત્ર ભજવી રહી છે. આ શોમાં અક્ષયનું પાત્ર માનવ ગોહિલ ભજવી રહ્યો છે. આ શોમાં છવી તેનું ઘર છોડીને ભાગી જાય છે, પરંતુ વીર તેની ફૅમિલીની ગુડ બુક્સમાં રહેવા માગતો હોવાથી છવીને ફરી તેના ઘરે મૂકી આવે છે. આથી અક્ષય જાહેરાત કરે છે કે તે તેની દીકરીનાં લગ્ન બે દિવસમાં વીર સાથે કરાવી દેશે. આથી છવી તેનાં લગ્ન માટે પોતાના હાથ પર પોતે મેંદી મૂકે છે. આ વિશે વાત કરતાં અનુષ્કાએ કહ્યું કે ‘સાદામાં સાદી વેડિંગ સેરેમની પણ મેંદી વગર અધૂરી છે. મને જ્યારે મેંદી સીક્વન્સ વિશે ખબર પડી તો મને થયું કે હું પોતે જ કેમ એ ન મૂકી શકું. મને ડ્રૉઇંગ-પેઇન્ટિંગ ખૂબ જ પસંદ છે. લગ્નના દૃશ્ય દરમ્યાન મેંદીની ડિઝાઇનમાં પણ મને ઇન્ટરેસ્ટ જાગ્યો હતો. શરૂઆતમાં તો હું સેટ પર ફક્ત મસ્તીમાં આવું કરતી હતી, પરંતુ પછી મને એમાં ઇન્ટરેસ્ટ જાગ્યો હતો. લોકોને મારી મેંદીની ડિઝાઇન પણ પસંદ પડી હતી. મને ખબર છે કે વેડિંગ રિયલ નથી, પરંતુ દુલ્હન બનવાની મને મજા આવી હતી.’