બિગ બૉસમાંથી આઉટ કરાયેલી મધુરિમા તુલી બનશે સ્પેશ્યલ એજન્ટ
મધુરિમા તુલી
‘બિગ બોસ ૧૩’માં બોયફ્રેન્ડ વિશાલ આદિત્ય સિંહ સાથેના ઝઘડાથી વિવાદમાં રહેલી અભિનેત્રી મધુરિમા તુલીની ગાડી ફરી પાટે ચડી ગઈ છે. વિશાલ સાથે મારપીટ કરવાને લીધે મધુરિમાને બિગ બોસ હાઉસમાંથી બહાર કાઢવામાં આવી હતી. મધુરિમા ‘એક બાર ફિર સે: ઈશ્ક મેં મરજાવાં’ જોવા મળશે અને મધુરિમા તુલી તેમાં મહત્વની ભૂમિકા ભજવશે.
હેલી શાહ, રાહુલ સુધીર અને વિશાલ વશિષ્ઠને લીડ રોલમાં ચમકાવતી ‘ઈશ્ક મેં મરજાવાં ૨’માં મધુરિમા સ્પેશિયલ એજન્ટનો રોલ કરશે. મોટેભાગે નેગેટિવ રોલ્સ કરનારી મધુરિમા આ વખતે પોઝિટીવ કૅરૅક્ટરમાં જોવા મળશે. મધુરિમાનું કહેવું છે કે વ્યૂઅર્સ તેને નેગેટિવ રોલમાં જોવા ઈચ્છે છે પરંતુ તે હવે પોઝિટીવ રોલ ભજવવા માગે છે.
ADVERTISEMENT
મધુરિમા તુલી ‘કુમકુમ ભાગ્ય’, ચંદ્રકાન્તા’ જેવા ટીવી શો માટે જાણીતી છે અને તે ‘બેબી’, ‘નામ શબાના’ જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

