અંજલિ તત્રારીએ જણાવ્યું કે ‘વંશજ’માં તે પોતાના પાત્રને સાકાર કરવા માટે આતુર છે
અંજલિ તત્રારી
અંજલિ તત્રારીએ જણાવ્યું કે ‘વંશજ’માં તે પોતાના પાત્રને સાકાર કરવા માટે આતુર છે. આ સિરિયલ સબ ટીવી પર જૂનમાં શરૂ થવાની છે. આ સિરિયલમાં બિઝનેસ ફૅમિલી અને તેમના સામ્રાજ્યની સ્ટોરી દેખાડવામાં આવશે. તેનું કહેવું છે કે તે તેના ઑન-સ્ક્રીન પાત્ર યુવિકા સાથે ખૂબ સમાનતા ધરાવે છે.
અંજલિએ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘સિમ્બા’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી હતી. તેણે ‘મેરે ડૅડ કી દુલ્હન’ અને ‘તેરે બિના જિયા જાએ ના’માં કામ કર્યું છે. ‘વંશજ’માં પોતાની ભૂમિકા યુવિકા વિશે અંજલિએ કહ્યું કે ‘યુવિકા એ ગર્લ-નેક્સ્ટ-ડોર છે, જે દરેક પડકારજનક સ્થિતિમાંથી બહાર નીકળી આવે છે. હું તેની જર્નીને દેખાડવા માટે આતુર છું, કેમ કે તે કપરા સંજોગોમાંથી સફળતાપૂર્વક
પાર પડે છે. તેનું પાત્ર મારી સાથે તરત જ જોડાઈ ગયું હતું અને હું તેને સ્ક્રીન પર દેખાડવા માટે એક્સાઇટેડ છું. આશા છે કે લોકો ‘વંશજ’ને એન્જૉય કરશે અને યુવિકાના પાત્ર સાથે જોડાઈ શકશે.’