મૅશો બિઝનેસમૅન બનવા ડાયટ અને વર્કઆઉટ પર કર્યું ફોકસ
સિદ્ધાંત વીર સૂર્યવંશી
ઝીટીવીના ફૅમિલી ડ્રામા ‘ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’માં લીડ રોલ ભજવી રહેલા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું કહેવું છે કે આ શોથી દરેક વ્યક્તિ પોતાને રિલેટ કરી શકશે. શોમાં કુલદીપ (સિદ્ધાંત) અને શુભ્રા (નેહા મર્દા)નાં પ્રેમલગ્નમાં જ્યારે વર્ષો બાદ તિરાડ પડી જાય છે ત્યારે તેમનાં બે બાળકો રિશી અને રોલી પોતાનાં મા-બાપને ભેગાં કરવાના કેવા પ્રયત્ન કરે છે એની વાત છે.
‘કુસુમ’ અને ‘કસૌટી ઝિંદગી કી’ જેવી નોંધપાત્ર સિરિયલ કરી ચૂકેલા સિદ્ધાંતે ‘ક્યું રિશ્તોં મેં કટ્ટી બટ્ટી’માં પોતાના રોલ વિશે કહ્યું કે ‘રિયલ લાઇફમાં પણ હું એક પિતા હોવાથી એ બાબતે હું ટ્રેઇન થયેલો છું, પણ એ ઉપરાંત મારે શોમાં એક મૅશો બિઝનેસમૅન તરીકે દેખાવાનું હોવાથી લૉકડાઉન દરમ્યાન પણ ડાયટ અને વર્કઆઉટ પર ધ્યાન આપવું પડ્યું હતું.’
ADVERTISEMENT
તો સેટ પર બાળકો સાથે કામ કરવાના અનુભવ વિશે સિદ્ધાંતે કહ્યું કે ‘પ્રત્યક્ષ (રિશી) અને મન્નત (રોલી) બહુ મીઠડાં છે. કૅમેરા સામે તેઓ એકદમ પ્રોફેશનલી ઍક્ટ કરે છે અને એ પછી સૌથી વધુ મસ્તીખોર બની જાય છે. તેઓ મને મારાં બાળકોની યાદ અપાવે છે એટલે હું સેટ પર તેમને પોતાનાં બાળકોની જેમ ટ્રીટ કરું છું. બીજી તરફ લૉકડાઉનને લીધે શો ઠેલાયો હતો અને એ સમયગાળો બધા માટે મુશ્કેલ રહ્યો હતો, પણ હવે લાગે છે કે આખી ટીમની મહેનત રંગ લાવી છે.’

