શોમાં પ્રાચીનું પાત્ર લગ્નની સંગીત સેરેમનીમાં હાજરી ન આપી શકવાથી દાદીનું પાત્ર ભજવતી સ્મિતા શેટ્ટી સિદ્ધાર્થને સાડી પહેરી પ્રાચીની જગ્યાએ હાજરી આપવાનું કહે છે.
કુશાગ્ર નૌટિયાલે કેમ મહિલાનું રૂપ ધારણ કર્યું?
‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી રહેલો કુશાગ્ર નૌટિયાલ હવે મહિલાના રૂપમાં જોવા મળશે. આ શોમાં કુશાગ્ર સિદ્ધાર્થના રોલમાં જોવા મળી રહ્યો છે. શોમાં પ્રાચીનું પાત્ર લગ્નની સંગીત સેરેમનીમાં હાજરી ન આપી શકવાથી દાદીનું પાત્ર ભજવતી સ્મિતા શેટ્ટી સિદ્ધાર્થને સાડી પહેરી પ્રાચીની જગ્યાએ હાજરી આપવાનું કહે છે. આ વિશે વાત કરતાં કુશાગ્રએ કહ્યું કે ‘મેં મારી લાઇફમાં પહેલી વાર સાડી પહેરી છે. મને આ ટ્રૅક વિશે જ્યારે જાણ થઈ ત્યારે મારો ઉત્સાહ વધી ગયો હતો, પરંતુ ડર પણ લાગી રહ્યો હતો. જોકે મેં આ ચૅલેન્જ સ્વીકારીને મારું ૧૦૦ ટકા આપવાના પ્રયત્ન કર્યા હતા. આ શૂટિંગ પહેલાં મેં ‘આન્ટી નંબર ૧’ અને ‘ચાચી ૪૨૦’ જેવી ફિલ્મો જોઈ હતી. સાડી પહેરીને કેવી રીતે ઍક્ટિંગ કરવી એ માટેની પ્રેરણા મને એમાંથી મળી હતી.’
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)