શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ હતું અને હું અનકમ્ફર્ટેબલ હતી. મારે ખોટી દાઢી અને મૂછ લગાવવી પડતી હતી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે એકદમ અલગ અનુભવ રહ્યો છે.’ : અંજુમ ફકીહ
શ્રદ્ધા આર્ય અને અંજુમ ફકીહ કેમ બન્યાં સરદાર?
શ્રદ્ધા આર્ય અને અંજુમ ફકીહ હાલમાં જ સરદારના લુકમાં જોવા મળી રહ્યાં છે. તેઓ ‘કુંડલી ભાગ્ય’માં અનુક્રમે પ્રીતા અને સૃષ્ટિનું પાત્ર ભજવી રહ્યાં છે. આ શોની સ્ટોરી લાઇનમાં રાખી કહે છે કે અર્જુન જ કરણ છે, પરંતુ કોઈ માનતું નથી હોતું. આથી સત્ય શું છે એ જાણવા માટે પ્રીતા અને સૃષ્ટિ વેશબદલો કરીને સરદાર બને છે. આ વિશે વાત કરતાં શ્રદ્ધાએ કહ્યું કે ‘શરૂઆતથી જ ‘કુંડલી ભાગ્ય’ મારા માટે ચૅલેન્જિંગ શો રહ્યો છે. હું આ શોને ખૂબ જ એન્જૉય કરી રહી છું અને શીખી પણ રહી છું. મને જ્યારે જાણ થઈ કે અંજુમ અને હું પાઘડી પહેરીને સરદારનું પાત્ર ભજવી રહ્યાં છીએ ત્યારે હું ખૂબ જ એક્સાઇટ થઈ ગઈ હતી. શરૂઆતમાં ખૂબ જ મુશ્કેલ હતું અને હું અનકમ્ફર્ટેબલ હતી. મારે ખોટી દાઢી અને મૂછ લગાવવી પડતી હતી, પરંતુ હું એટલું જરૂર કહીશ કે એકદમ અલગ અનુભવ રહ્યો છે.’