આ શો હવે છ મહિનાનો લીપ લેવા જઈ રહ્યો છે
કુણાલ કરણ કપૂર
કુણાલ કરણ કપૂર હવે ‘મૈત્રી’માં નેગેટિવ પાત્રમાં જોવા મળશે. આ શોમાં મૈત્રીનું પાત્ર શ્રેણુ પરીખ ભજવી રહી છે. આ શો હવે છ મહિનાનો લીપ લેવા જઈ રહ્યો છે. આથી હવે મૈત્રીના મૃત્યુ પામેલા પતિ સારાંશની ફરી એન્ટ્રી થવા જઈ રહી છે. સારાંશ હવે નવા લુકમાં આવી રહ્યો છે અને એથી આ પાત્ર હવે કુણાલ કરણ કપૂર ભજવી રહ્યો છે. મૈત્રી અને તેના હાલના પતિ હર્ષનું પાત્ર ભજવતા સમર્થ જુરેલની લાઇફમાં શું થશે એના પર હવે સૌની નજર છે. આ વિશે વાત કરતાં કુણાલ કરણ કપૂરે કહ્યું કે ‘મારો ઝીટીવી સાથેનો છેલ્લો શો ૨૦૧૮માં ‘વો અપના સા’ હતો. આથી હું અંદાજે પાંચ વર્ષ બાદ ફરી તેમની સાથે કામ કરી રહ્યો છું. હું મોટા ભાગે નેગેટિવ પાત્રમાં જોવા નથી મળતો આથી મારા માટે આ ચૅલેન્જિંગ પાત્ર છે. હું એક વર્ષ બાદ ટીવીમાં ફરી એન્ટ્રી કરી રહ્યો છું. હું મોટા ભાગે આઇડિયલ પાત્રો ભજવવા માટે જાણીતો છું અને એથી જ મારા ફૅન્સ મને આ પાત્રમાં પસંદ કરે છે કે નહીં એ જોવા માટે આતુર છું. આ શોનું મેં શૂટિંગ પણ શરૂ કરી દીધું છે અને દરેક ટીમ મેમ્બર ખૂબ જ સારા છે.’