લૉકડાઉનનો સદુપયોગ કરતાં શ્રુતિ ઝા વાંચી રહી છે નૉવેલ્સ
શ્રુતિ ઝા
લૉકડાઉનની સ્થિતિમાં શ્રુતિ ઝા નૉવેલ્સ વાંચીને સમય પસાર કરી રહી છે. શ્રુતિ ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી રહી છે. વાંચવાનો શોખ ધરાવતી શ્રુતિએ કહ્યું હતું કે ‘કોરોના લૉકડાઉનને કારણે હું હાલમાં ‘કુમકુમ ભાગ્ય’નું શૂટિંગ નથી કરી રહી. એથી મારો મોટા ભાગનો સમય હું ઘરમાં નૉવેલ્સ વાંચીને પસાર કરી રહી છું. સારી બુક્સ મારો ઝોન છે. એથી હું એને હાલમાં એન્જૉય કરી રહી છું. મેં અનેક બુક્સ વાંચી છે. સાથે જ હું હાલમાં ઍડમ કુચર્સકીની ‘ધ રૂલ્સ ઑફ કન્ટેજિયન’ વાંચી રહી છું.’
શ્રુતિએ લૉકડાઉનમાં વાંચવા જેવી સજેસ્ટ કરેલી બુક્સ
ADVERTISEMENT
જસ્ટિન ક્રૉનિનની ‘ધ પૅસેજ’ અને ‘ધ ટ્વેલ’,
‘ધ સિટી ઑફ મિરર્સ’
કમિલા શમસીની ‘હોમ ફાયર’
જુલિયન બર્ન્સની ‘ધ ઓન્લી સ્ટોરી’
જેનિફર નિવેનની ‘ઑલ ધ બ્રાઇટ પ્લેસિસ’
જે. ડી. સેલિંગરની ‘નાઇન સ્ટોરીઝ’ અથવા તો ‘ધ કૅચર’

