શોમાં એન્ગેજમેન્ટની સીક્વન્સ આવવાની છે
આલિયા ભટ્ટના વેડિંગ લુકથી ઇન્સ્પાયર્ડ હતો મુગ્ધાનો લુક
ઝી ટીવી પર આવતી સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’માં પ્રાચીનો રોલ ભજવતી મુગ્ધા ચાફેકરનો લુક આલિયા ભટ્ટના વેડિંગ લુક પરથી પ્રેરિત છે. શોમાં એન્ગેજમેન્ટની સીક્વન્સ આવવાની છે. એમાં મુગ્ધાનો લુક, તેની સાડી અને જ્વેલરી પણ ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યાં છે. એ વિશે મુગ્ધાએ કહ્યું કે ‘મારા આ લુકની ક્રેડિટ હું મારી ક્રીએટિવ ટીમને આપું છું, કેમ કે તેમણે મને એન્ગેજમેન્ટ સીક્વન્સ માટે આ જાજરમાન અને સુંદર લુક આપ્યો છે. દુલ્હન બ્રાઇટ કલર્સ પસંદ કરે છે. અમે આ લુકને ક્લાસી રાખવા માગતા હતા. ટીમે જ્યારે આઉટફિટ નક્કી કર્યો ત્યારે તેમના મનમાં આલિયા ભટ્ટનો વેડિંગ લુક હતો. વાઇટ અને ગોલ્ડ સાડી પર હેવી નેકલેસ અને માંગટીકાને કારણે લુક ભવ્ય દેખાતો હતો. આ લુક માટે મને ખૂબ કૉમ્પ્લિમેન્ટ્સ મળ્યાં. એથી આવનારા ટ્રૅકમાં દર્શકોને પણ એ દેખાડવા માટે હું આતુર છું.’