કુમકુમ ભાગ્ય ફેમ લીના જુમાની બનશે પારો
કુમકુમ ભાગ્ય ફેમ લીના જુમાની બનશે પારો
પેશાવર આર્મી સ્કૂલ પરના હુમલા પર આધારિત સિરીઝ ‘પેશાવર’ની સફળતા બાદ ઉલ્લુ ઍપ ‘પારો’ નામનો શો લૉન્ચ કરશે. ‘પારો’ની વાર્તા બ્રાઇડ ટ્રાફિકિંગ (દુલ્હનની હેરફેર) પર આધારિત હશે. હરિયાણા, દિલ્હી, પશ્ચિમ યુપી જેવાં રાજ્યોમાં જાતીય ભેદભાવ, ગરીબી અને બેરોજગારીને કારણે બ્રાઇડ ટ્રાફિકિંગનો મુદ્દો વકર્યો છે અને આ વાત ‘પારો’માં રજૂ થશે. ‘પારો’ના લીડ રોલમાં ‘કુમકુમ ભાગ્ય’ ફેમ લીના જુમાની જોવા મળશે. ‘બંદિની’, ‘પુનર્વિવાહ’, ‘અદાલત’ જેવા ટીવી-શો કરી ચૂકેલી લીના જુમાનીએ ‘કુમકુમ ભાગ્ય’માં તનુશ્રીના રોલથી ઓળખ બનાવી છે.
‘પારો’ વિશે લીના જુમાની કહે છે, ‘મને આ શોની સ્ક્રિપ્ટ બહુ સ્પર્શી ગઈ. બ્રાઇડ ટ્રાફિકિંગનો મુદ્દો બહુ સંવેદનશીલ છે અને એ શોના માધ્યમથી રજૂ કરવો જરૂરી છે. પારો શબ્દ ખરેખર એવી છોકરીઓ માટે વપરાય છે જેને માર્કેટમાં ઘેટાં-બકરાની જેમ વેચી નાખવામાં આવે છે. તેઓ બાળકોને જન્મ તો આપે છે, પણ કોઈની પત્ની હોવાનું સ્ટેટસ તેને નથી મળતું. આ પ્રકારનું રિલેટેબલ અને ચૅલેન્જિંગ પાત્ર ભજવવા બદલ હું પોતાને નસીબદાર માનીશ.’

