કુમકુમ ભાગ્યની આ એક્ટ્રેસનું નિધન, ટીવી સેલેબ્સે દુ:ખ વ્યક્ત કર્યું
ઝરીના રોશન ખાનનું નિધન
ટીવી જગતથી એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીવી સીરિયલ કુમકુમ ભાગ્યમાં ઈન્દુ સુરીનો રોલ ભજવનારી એક્ટ્રેસ ઝરીના રોશન ખાનનું નિધન થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઝરીના 54 વર્ષની હતી અને આ અભિનેત્રીનું કાર્ડિયાક એરેસ્ટ પછી મૃત્યું થયું છે. ઝરીના લાંબા સમયથી ટીવી જગતમાં અભિનેત્રી તરીકે કામ કરી રહી હતી. ટીવી સીરિયલ કુમકુમ ભાગ્ય ઉપરાંત અભિનેત્રીએ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' અને ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
ADVERTISEMENT
કુમકુમ ભાગ્ય સીરિયલમાં ઈન્દુ સુરીના પાત્રને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. હવે તેમના મૃત્યુના સમાચારથી તેના ફૅન્સ ઘણા દુ:ખી છે. વળી, તેમની સાથે કામ કરનારા ઘણા કલાકારોએ ઝરીનાના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા અભિનેત્રીને યાદ કરી છે. હવે ટીવી કલાકારો તેમના ફોટા સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યા છે અને તેમને યાદ કરી રહ્યા છે.
એક્ટ્રેસ સાથે સ્ક્રીન શૅર કરી ચૂકેલી એક્ટ્રેસ શ્રિતિ ઝાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ વાતની જાણકારી આપી છે અને દુ:ખ વ્યક્ત કર્યું છે. શબ્બીર આહલુવાલિયાએ પણ એક્ટ્રેસ સાથેની એક સેલ્ફી શૅર કરી છે અને હાર્ટબ્રોકન ઈમોજી સાથે કેપ્શન લખ્યું છે- 'યે ચાંદ સા રોશન ચહેરા'. કુમકુમ ભાગ્યમાં પૂરબનો રોલ ભજવનાર એક્ટર વિન રાણાએ પણ ઝરીનાની તસવીર શૅર કરતા દુ:ખ વ્યક્ત કર્યું છે.
જણાવી દઈએ કે અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં માતાની ભૂમિકા પણ ભજવી હતી અને અભિનેત્રી ટીવી જગતનો જાણીતો ચહેરો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે ગયા મહિના સુધી શૂટિંગ કરી હતી અને તે ફિટ હતી. આ સમાચાર સાંભળીને કલાકારોને આઘાત લાગ્યો છે.

