‘DID Lil માસ્ટર્સ’ સીઝન પાંચની સ્પર્ધક રિશિતાની ઇચ્છા પૂરી કરવાનું વચન કુમાર સાનુએ આપ્યું છે
કુમાર સાનુ
‘DID Lil માસ્ટર્સ’ સીઝન પાંચની સ્પર્ધક રિશિતાની ઇચ્છા પૂરી કરવાનું વચન કુમાર સાનુએ આપ્યું છે. આ શોમાં આજે અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ સ્પેશ્યલ ગેસ્ટ તરીકે દેખાવાનાં છે. શોમાં રિશિતાનો પર્ફોર્મન્સ જોઈને સૌકોઈ પ્રભાવિત થાય છે. જોકે તેની વાસ્તવિકતા જાણીને હાજર લોકો ચોંકી પણ જાય છે. શોમાં રિશિતાએ કહ્યું કે તેનાં દાદા-દાદીએ તેનો અને તેના પેરન્ટ્સનો હજી સુધી સ્વીકાર નથી કર્યો. આ સાંભળીને કુમાર સાનુ ઇમોશનલ થઈ ગયો હતો. એથી તેનાં દાદા-દાદીને મનાવવાની જવાબદારી ઉઠાવતાં કુમાર સાનુએ કહ્યું કે ‘મને સમજમાં નથી આવતું કે એવું કેવી રીતે શક્ય છે કે આટલી ક્યુટ નાનકડી દીકરીને તેના ગ્રૅન્ડ પેરન્ટ્સે હજી સુધી નથી જોઈ અને તેને સ્વીકારી પણ નથી. હજી કેટલો સમય સુધી તેઓ આ દીકરી અને તેના પેરન્ટ્સથી નારાજ રહેશે? આજે હું તને વચન આપું છું કે હું પર્સનલી તેમને કલકત્તામાં મળવા જઈશ અને તેમને મનાવીશ. તું ચોક્કસ તારા ગ્રૅન્ડ પેરન્ટ્સને મળીશ. મને ખાતરી છે કે તેઓ તને જોઈને ખુશ થશે અને તારો પર્ફોર્મન્સ જોઈને ગર્વ અનુભવશે. હવે આ બાબતની જવાબદારી મારી છે. તું ચિંતા ન કર.’