Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘શાદીસ્તાન’માં કીર્તિ કુલ્હારી બનશે સિંગર

‘શાદીસ્તાન’માં કીર્તિ કુલ્હારી બનશે સિંગર

05 June, 2021 12:44 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટ્રેસ કીર્તિ કુલ્હારીની ફિલ્મ ‘શાદીસ્તાન’ ડિઝની+હૉટસ્ટાર પર ૧૧ જૂને રિલીઝ થશે

કીર્તિ કુલ્હારી

કીર્તિ કુલ્હારી


‘પિન્ક’, ‘ફૉર મોર શૉટ્સ પ્લીઝ’ ફેમ અભિનેત્રી કીર્તિ કુલ્હારીની અપકમિંગ ફિલ્મ ‘શાદીસ્તાન’ થિયેટરને બદલે સીધી ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થવાની છે. ડિઝની+હૉટસ્ટારે ‘હંગામા 2’, ‘શાદીસ્તાન’ સહિત ફિલ્મોના રાઇટ્સ ખરીદ્યા છે. ‘શાદીસ્તાન’મા કીર્તિ કુલ્હારી ‘શાશા’ના રોલમાં છે જે પોતાના બૅન્ડ સાથેની જર્નીમાં જિંદગીના પ્રશ્નોના જવાબ શોધે છે અને ફ્રેન્ડશિપ એક્સપ્લોર કરે છે. કીર્તિ કુલ્હારી ઉપરાંત આ ફિલ્મમાં કેકે મેનન, નિવેદિતા ભટ્ટાચાર્ય, સંજય દધિચ જેવા કલાકારો છે. ‘શાદીસ્તાન’ના ડિરેક્ટર રાજસિંહ ચૌધરી છે જેઓ ‘નો સ્મોકિંગ’ અને ‘ગુલાલ’ના રાઇટર છે અને ‘બ્લૅક ફ્રાઇડે’, ‘ગુલાલ’, ‘ધ વેઇટિંગ રૂમ’ જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કરી ચૂક્યા છે.
૨૦૧૦માં ‘ખિચડી’ ફિલ્મથી ડેબ્યુ કરનારી કીર્તિ કુલ્હારીએ ‘ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’, ‘મિશન મંગલ’, ‘પિન્ક’ અને ‘શૈતાન’ જેવી નોંધપાત્ર ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે નેટફ્લિક્સની થ્રિલર ફિલ્મ ‘ધ ગર્લ ઑન ધ ટ્રેન’માં જોવા મળી છે. ‘શાદીસ્તાન’ ૧૧ જૂને રિલીઝ થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2021 12:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK