KBCના એક પ્રોમોમાં અમિતાભ બચ્ચનને એમ કહેતા જોઈ શકાય છે
અમિતાભ બચ્ચન
કૌન બનેગા કરોડપતિ (KBC)માં અમિતાભ બચ્ચન તેમના અંગત જીવનની વાતો પણ શૅર કરતા રહે છે. અત્યારે ચાલી રહેલી KBCની સોળમી સીઝનમાં અમિતાભ બચ્ચને તેઓ માત્ર ૪૨ ટકા મેળવીને BSc ગ્રૅજ્યુએટ થયા હતા એની વાત કરી છે.
KBCના એક પ્રોમોમાં અમિતાભ બચ્ચનને એમ કહેતા જોઈ શકાય છે કે ‘BSc કર લિયા હમ ભી બિના જાને કિ ક્યા હોતા BSc. સાયન્સ મેં અચ્છે નંબર આએ તો હમ અપ્લાય કર દિએ. ૧૦ સાલ મેં હમને સીખા થા સાયન્સ મેં સ્કોપ હૈ, વો પૈંતાલિસ મિનટ મેં ખતમ કર દિયા. પહલી બાર જબ ગએ તો ફૈલ હો ગએ... ફિરસે જાકર દિયા જવાબ તો બડી મુશ્કિલ સે બયાલીસ પર્સન્ટ આયા હમારા.’