‘કૌન બનેગા કરોડપતિ’ના ૬૧મા એપિસોડમાં રણદીપ હૂડા અને ડૉક્ટર મુક્તા પુણતામ્બેકર સાથે હાજરી આપી હતી
રણદીપ હૂડા, અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને હાલમાં જ કહ્યું છે કે તેઓ રણદીપ હૂડાના ખૂબ જ મોટા ફૅન છે. રણબીરે ‘સરબજિત’માં ખૂબ જ સારું કામ કર્યું હતું અને એમાં ઐશ્વર્યા રાય બચ્ચને પણ કામ કર્યું છે. આ ફિલ્મનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં હતાં. ‘કૌન બનેગા કરોડપતિ’ના ૬૧મા એપિસોડમાં રણદીપ હૂડા અને ડૉક્ટર મુક્તા પુણતામ્બેકર સાથે હાજરી આપી હતી. ડૉક્ટર મુક્તાના પેરન્ટ્સ એક ફાઉન્ડેશન ચલાવે છે જેમાં ડ્રગ્સ અને આલ્કોહૉલનું ઍડિક્શન હોય એવા લોકોની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ પ્રેરણાત્મક સ્ટોરીની ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમિતાભ બચ્ચને રણદીપને કહ્યું હતું કે તેઓ તેના ખૂબ જ મોટા ફૅન છે. રણદીપે તેમનો આભાર માનતાં અમિતાભ બચ્ચને કહ્યું કે ‘હું સાચું કહું છું. મેં તારી ઘણી ફિલ્મો જોઈ છે અને એ દરેકમાં તેં ખૂબ જ સારું કામ કર્યું છે. રણદીપ, તેં ઐશ્વર્યા રાય સાથે ‘સરબજિત’માં કામ કર્યું હતું. આ એક રિયલ લાઇફ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. તે અજાણતાં બૉર્ડર ક્રૉસ કરી ગયો હતો અને તેને અરેસ્ટ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં તમે જોયું હશે કે રણદીપ એક નાના સેલમાં બંધ હતો. તે ખરેખર આ નાના સેલમાં રહ્યો હતો. મેં મારી લાઇફમાં ક્યારેય આવું નહોતું કર્યું.’