કૌન બનેગા કરોડપતિ સીઝન 12નું શૂટિંગ પૂરું કર્યું અમિતાભ બચ્ચને
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 12નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ગેમ શોને લઈને ભારતમાં લોકોની દીવાનગી ચરમસીમાએ છે. એમાં પણ અમિતાભ બચ્ચનના અંદાજના તો લોકો કાયલ છે. પોતાનો ફોટો બ્લૉગ પર શૅર કરીને અમિતાભ બચ્ચને લખ્યુ હતું કે ‘હું થાકી ગયો છું અને રિટાયર થઈ રહ્યો છું. માફી માગું છું. કેબીસીના છેલ્લા દિવસનું શૂટિંગ ખૂબ લાંબો સમય સુધી ચાલ્યું હતું. આવતી કાલે ફરીથી કામ કરીશ. જોકે એક વાત યાદ રાખવાની હોય છે કે કામ પ્રતિ પ્રામાણિકતા દેખાડવી જોઈએ. એને પૂરી ઈમાનદારીથી કરવું જોઈએ. જે પ્રેમ અને હેત મને છેલ્લા દિવસે મળ્યો એનાથી હું અભિભૂત થયો છું. બધા એકઠા થયા હતા. શુભેચ્છાઓ વરસી રહી છે. આશા રાખું છું ફરીથી કામ શરૂ કરીએ. ટીમ ખૂબ જ મહેનતુ અને કાળજી રાખનારી હતી. સેટ પરથી તેમનાથી દૂર થવું થોડું અઘરું લાગી રહ્યું હતું. પ્રેમ, દરકાર, વહાલ અને ગિફ્ટ્સ મળ્યાં. સાથે જ પૂરી ટીમનો ઉમળકો વખાણવાલાયક રહ્યો. આગળ વધવું જોઈએ. આવતી કાલનો સોનેરી દિવસ આપણી રાહ જુએ છે.’

