સોની ટીવીના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની ૧૭મી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે. અમિતાભ બચ્ચને પોતે એ વાતની જાહેરાત કરી છે. હાલમાં અમિતાભે આ શો માટે નોંધણી ક્યારે શરૂ થશે એ પણ જણાવ્યું છે પરંતુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.
કૌન બનેગા કરોડપતિ
સોની ટીવીના લોકપ્રિય શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની ૧૭મી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે. અમિતાભ બચ્ચને પોતે એ વાતની જાહેરાત કરી છે. હાલમાં અમિતાભે આ શો માટે નોંધણી ક્યારે શરૂ થશે એ પણ જણાવ્યું છે, પરંતુ આ શો ટીવી પર ક્યારે આવશે એ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. સોની ટીવીએ એના સોશ્યલ મીડિયા પર પ્રોમો વિડિયો શૅર કર્યો છે અને એની કૅપ્શનમાં લખ્યું છે, ‘૧૪ એપ્રિલથી હૉટ સીટ પર આવવા માટે તૈયાર થઈ જાઓ. KBC રજિસ્ટ્રેશન અને અમારા AB (અમિતાભ બચ્ચન)ના પ્રશ્નો શરૂ થવાના છે.’
છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા હતી કે અમિતાભ બચ્ચન ‘કૌન બનેગા કરોડપતિ’ છોડી દેશે. ગઈ સીઝન દરમ્યાન તેમણે આવી અનેક ટ્વીટ પણ કરી હતી જેનાથી આ અફવાઓને વધુ વેગ મળ્યો હતો. અમિતાભ પછી શાહરુખ ખાન આ શો હોસ્ટ કરશે એવી ચર્ચા હતી.

