અમિતાભ બચ્ચને શા માટે શાહરૂખ ખાનની માફી માગી?
ફાઈલ તસવીર
કૌન બનેગા કરોડપતિ(Kaun Banega Crorepati)ની 12 મી સીઝન ઘણી લોકપ્રિય બનવાની સાથે વિવાદમાં પણ ઘેરાયેલો છે.
તાજેતરમાં દિલ્હીની રહેવાસી 27 વર્ષીય રેખા રાની હોટ સીટ પર બેઠી હતી. શો આગળ ચાલ્યા બાદ હોટ સીટ પર બેસ્યા પછી રેખા રાની અને અમિતાભ વચ્ચે પ્રશ્નો અને જવાબો સાથે હાસ્ય-ટુચકાઓનો સિલસિલો શરૂ થયો હતો.
ADVERTISEMENT
રેખાએ અમિતાભ બચ્ચનને કહ્યું, “મારો સ્વભાવ ઝાંસીની રાણી જેવો છે.” બિગ બીએ તેને વધુ રમુજી બનાવતા કહ્યું કે તે પહેલેથી ડરી ગયા છે. તેમણે પ્રેક્ષકોની વચ્ચે બેઠેલા રેખાના પિતા સાથે વાત કરી અને કહ્યું કે તેમની પુત્રીએ ‘સ્પીચલેસ’ બનાવી દીધો છે. જ્યારે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને લગતો પ્રશ્ન રમતમાં આવ્યો ત્યારે રેખાએ કહ્યું કે તે બાળપણથી જ શાહરૂખ ખાનની મોટી ચાહક છે અને અમિતાભ બચ્ચનને પસંદ નથી કરતી નથી.
નાપસંદ પાછળનું કારણ એ કે તેની ફિલ્મોમાં તે શાહરૂખ ખાન સાથે નકારાત્મક વલણ ધરાવતા રોલમાં હોય છે. રેખા રાનીએ કહ્યું કે ‘મોહબ્બતે’માં તે શાહરૂખ ખાનને ઠપકો આપે છે અને ’કભી ખુશી કભી ગમ’માં ઘર છોડવા કહેવા બદલ બિગ બીથી નારાજ છે.
અમિતાભ બચ્ચને ખૂબ રમૂજી રીતે કહ્યું કે તે ફિલ્મોમાં એક પાત્ર ભજવી રહ્યા છે. ત્યારબાદ તેમણે રેખા રાની અને શાહરૂખ ખાનની માફી માંગી હતી.

