૫૧ વર્ષની યાદગાર ગિફ્ટ
૫૧ વર્ષની યાદગાર ગિફ્ટ
ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ૫૧ વર્ષ પૂરાં કરવા નિમિત્તે અમિતાભ બચ્ચનને તેમના એક ફૅને તેમને રંગોળી ગિફ્ટ કરી છે. 1969ની 7 નવેમ્બરે અમિતાભ બચ્ચનની ‘સાત હિન્દુસ્તાની’ રિલીઝ થઈ હતી. એવામાં સંયોગ એવો થયો કે 2020ની 7 નવેમ્બરે ‘કૌન બનેગા કરોડપતિ’ના સેટ પર તેમના ફૅને આવીને આ સુંદર રંગોળી ગિફ્ટ આપી હતી. એ ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘જી નહીં, આ પેઇન્ટિંગ નથી; આ તો છે રંગોળી અને સાથે એને બનાવનાર વ્યક્તિ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારાં ૫૧ વર્ષ પૂરાં થવા બદલ આ ગિફ્ટ આપી છે. રંગોળીની નીચે લખ્યું છે ‘સાત હિન્દુસ્તાની’, 1969ની 7 નવેમ્બરે મારી આ પહેલી ફિલ્મ રિલીઝ થઈ હતી. તેમણે મને ૨૦૨૦ની ૭ નવેમ્બરે આ ગિફ્ટ કરી. 51 વર્ષ.’

