Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રાખી સાવંતના સપોર્ટમાં આવી કાશ્મીરા શાહ, કહ્યું ‘હું આદિલનું બેન્ડ વગાડીશ’

રાખી સાવંતના સપોર્ટમાં આવી કાશ્મીરા શાહ, કહ્યું ‘હું આદિલનું બેન્ડ વગાડીશ’

Published : 26 February, 2023 04:25 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કાશ્મીરા શાહથી ન જોવાયું સહેલી રાખીનું દુઃખ

રાખી સાવંત

રાખી સાવંત


‘ડ્રામા ક્વિન’ તરીકે ઓળખાતી અભિનેત્રી રાખી સાવંત (Rakhi Sawant) છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઈફને કારણે સતત ચર્ચામાં છે. રાખીએ પતિ આદિલ ખાન દુર્રાની (Adil Khan Durrani) પર છેતરપિંડી અને ઘરેલું હિંસાનો આરોપ લગાવ્યો છે. આદિલે રાખી સાથે ખોટા પ્રેમ અને લગ્નનું જુઠ્ઠું નાટક કર્યું હતું. હાલમાં જ રાખીએ આદિલ ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જે બાદ આદિલ પોલીસ કસ્ટડીમાં છે. હવે એક પછી એક સેલેબ્ઝ રાખીના સપોર્ટમાં આવી રહ્યાં છે. હવે પ્રખ્યાત કોમેડિયન કૃષ્ણા અભિષેક (Krushna Abhishek)ની પત્ની જાણીતી અભિનેત્રી કાશ્મીરા શાહ (Kashmera Shah) પણ રાખીના સમર્થનમાં આવી છે.


તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કાશ્મીરા આદિલ પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. વીડિયોમાં કાશ્મીરા રાખીને સપોર્ટ કરતી જોવા મળી રહી છે. પાપારાઝી માટે પોઝ આપતાં રાખીએ સાવંતના મામલે કાશ્મીરાએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. અભિનેત્રીએ કહ્યું કે, ‘હું આદિલનું બેન્ડ વગાડીશ. તેની હિંમત કેવી રીતે થઈ રાખી સાથે આ બધું કરવાની?’



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)


આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર કાશ્મીરાનો દબદબો છે.


આ પણ વાંચો - રાખી સાવંતના પતિ આદિલની વધી મુશ્કેલીઓ, ઈરાની સ્ટુડન્ટે લગાવ્યો બળાત્કારનો આરો

રાખી સાવંત ગુરુવારે મૈસૂરમાં પતિ આદિલના ઘરે પહોંચી હતી. જો કે આ દરમિયાન તે તેના સાસુ અને સસરાને મળી નહોતી. જ્યારે તે ત્યાં પહોંચી તો આદિલના ઘરનું તાળું તૂટેલું હતું. અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે, ‘મારી સાસુ અને સસરા ભાગી ગયા છે. મેં સવારે ફોન કર્યો ત્યારે તેઓએ મને ખૂબ ઠપકો આપ્યો. તેમણે મારો અને અમારા લગ્નનો સ્વીકરા નથી કર્યો.’

આ પણ વાંચો - રાખી સાવંત સાથે પતિ આદિલે કરી હતી જબરજસ્તી, પછી અભિનેત્રી થઈ પ્રેગનેન્ટ

તમને જણાવી દઈએ કે, રાખી સાવંતના પતિ આદિલ ખાન દુર્રાની પર યૌન શોષણ અને મારપીટનો આરોપ છે. જે બાદ આદિલ પોલીસ કસ્ટડીમાં છે. રાખીએ વર્ષ ૨૦૨૨માં આદિલ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2023 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK