Kashmera Shah Accident: કાશ્મીરાએ લખ્યું છે, `મને બચાવવા માટે ભગવાનનો આભાર. તે ખૂબ જ ભયંકર ઘટના હતી. કંઈક મોટું થવાનું હતું. નાનામાં બહાર ગયા. આશા છે કે કોઈ ઉઝરડા નહીં હોય. દરેક દિવસ ક્ષણમાં જીવો. પાછા આવવા માટે રાહ જોઈ શકતા નથી.
કાશ્મીરા શાહ અને તેણે કરેલી પોસ્ટ (તસવીર: સોશિયલ મીડિયા)
ટીવી સિરિયલ અને બૉલિવૂડ ફિલ્મની જાણીતી અભિનેત્રી કાશ્મીરા શાહનું (Kashmera Shah Accident) એક મોટું અકસ્માત થયું હોવાની માહિતી સામે આવી છે. આ અકસ્માતમાં કૃષ્ણા અભિષેકની પત્ની કાશ્મીરા શાહનું ભવાયહ અકસ્માત થયું હોવાની માહિતી તેણે સોશિયલ મીડિયા પર આપી હતી.
અભિનેત્રી કાશ્મીરા શાહને તાજેતરમાં લૉસ ઍન્જલસમાં (Kashmera Shah Accident) એક મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં તેની જાણમાં એક ફોટો સામે આવ્યો છે જેમાં લોહીથી લથપથ કપડું દેખાઈ રહ્યું છે. આ સિવાય અભિનેત્રીની એક પોસ્ટ પણ સામે આવી છે. હાલમાં તેનો અકસ્માત કેવી રીતે થયો અને તેને કેટલી ઈજા થઈ તે અંગેની માહિતી કાશ્મીરાએ જણાવી નથી, પરંતુ તેણે પોસ્ટ શૅર કરીને આ અકસ્માતમાં બચાવવા ભગવાનનો આભાર માન્યો છે.
ADVERTISEMENT
કાશ્મીરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અકસ્માતને લઈને એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટના કેપ્શનમાં કાશ્મીરાએ (Kashmera Shah Accident) લખ્યું છે, `મને બચાવવા માટે ભગવાનનો આભાર. તે ખૂબ જ ભયંકર ઘટના હતી. કંઈક મોટું થવાનું હતું. નાનામાં બહાર ગયા. આશા છે કે કોઈ ઉઝરડા નહીં હોય. દરેક દિવસ ક્ષણમાં જીવો. પાછા આવવા માટે રાહ જોઈ શકતા નથી. આજે હું મારા પરિવારને ખૂબ જ યાદ કરી રહ્યો છું.` કૃષ્ણા અભિષેકની સાથે તેણે પોતાના બન્ને દીકરાના નામ પણ લખ્યા. કૃષ્ણા અભિષેકે પણ આ પોસ્ટ પર કમેન્ટ કરી પત્ની સાથે થયેલા આ ગંભીર અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર કાશ્મીરાની આ પોસ્ટ સામે આવતાની સાથે જ ઘણા સેલેબ્સ અને તેના ફૅન્સે ચિંતા વ્યક્ત કરી છે અને તેઓ આ પોસ્ટ પર અનેક કોમેન્ટ્સ આપી તેના બાબતે પૂછી રહ્યા છે. આ પોસ્ટમાં એક યુઝરે પૂછ્યું, `હે ભગવાન, કૈશને શું થયું?` આશા છે કે બધું સારું હશે.` કાશ્મીરાની આ પોસ્ટ પર પતિ કૃષ્ણા અભિષેકે (Kashmera Shah Accident) લખ્યું, `ભગવાનની કૃપાથી હું હવે ઠીક છે. હે ભગવાન, જલ્દી પાછી આવ.` આ સાથે અભિનેત્રી પૂજા ભટ્ટે લખ્યું, `હે ભગવાન. શું થયું કૈશ? તનાઝ ઈરાનીએ કહ્યું, `હે ભગવાન, આ બહુ ડરામણું છે.` મને આશા છે કે તું હવે ઠીક હોઈશ.
કાશ્મીરા શાહે 2013 માં કૉમેડિયન અને ઍક્ટર કૃષ્ણા અભિષેક સાથે લગ્ન કર્યા હતા અને તેઓને બે બાળકો પણ છે. આ સાથે કાશ્મીરા અનેક ફિલ્મો અને ટીવી સિરિયલમાં પણ કામ કરી ચૂકી છે. તેના ફિલ્મ કરિયર વિષે વાત કરીયે તો તેણે હેરા ફેરી, (Kashmera Shah Accident) યેસ બૉસ, વેક અપ સિડ અને ફીર હેરા ફેરી જેવી અનેક પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે અને તે અનેક વખત પતિ કૃષ્ણા અભિષેક સાથે તેના કૉમેડી શોમાં પણ જોવા મળી છે.