મુંબઈના ટ્રાફિકથી બચવા તેમણે મેટ્રોમાં ટ્રાવેલ કર્યું હતું.
રણ કુન્દ્રા અને એરિકા ફર્નાન્ડિસ
કરણ કુન્દ્રા અને એરિકા ફર્નાન્ડિસ રોમૅન્ટિક-થ્રિલર સિરીઝ ‘લવ અધૂરા’માં દેખાઈ રહ્યાં છે. ઍમેઝૉન મિની ટીવી પર એ ગઈ કાલથી સ્ટ્રીમ થઈ છે. એમાં મિસ્ટરી, પ્રેમ અને બદલાની સ્ટોરી પણ જોવા મળી રહી છે. એના પ્રમોશન માટે તેઓ ફૅન મીટઅપ માટે જઈ રહ્યાં હતાં અને તેમણે મુંબઈ મેટ્રોથી પ્રવાસ કરવાનું પસંદ કર્યું હતું. એનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. એમાં એરિકાને સંબોધિત કરતાં કરણ કહે છે કે આજ મૅડમ નિન્જા બની હુઇ હૈ. આ સાંભળતાં જ બધા હસવા લાગે છે. મુંબઈના ટ્રાફિકથી બચવા તેમણે મેટ્રોમાં ટ્રાવેલ કર્યું હતું.

