એક સમય એવો હતો જ્યારે કપિલ શર્મા ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. તેના જીવનનો દોઢ વર્ષ ખૂબ જ તાણભર્યો રહ્યો. તે સમય હતો જ્યારે કપિલ શર્મા નકારાત્મક કારણોસર હેડલાઈન્સમાં રહેતો હતો.
કપિલ શર્મા (ફાઈલ તસવીર)
કૉમેડી કિંગ કપિલ શર્મા (Kapil Sharma) આજે એન્ટરટેઈન્મેન્ટ જગતનો મોટો સિતારો છે. પણ એક સમય એવો હતો જ્યારે કપિલ શર્મા ડિપ્રેશનનો ભોગ બન્યો હતો. તેના જીવનનો દોઢ વર્ષ ખૂબ જ તાણભર્યો રહ્યો. તે સમય હતો જ્યારે કપિલ શર્મા નકારાત્મક કારણોસર હેડલાઈન્સમાં રહેતો હતો. આજ તકના એક કાર્યક્રમમાં કૉમેડી કિંગે પોતાના ડિપ્રેશનનો કિસ્સો શૅર કર્યો. અહીં તેણે શાહરુખ ખાન સાથે જોડાયેલી એક ઘટનાનો ખુલાસો કર્યો.
કપિલથી નારાજ હતા સ્ટાર્સ?
કપિલ જ્યારે ડિપ્રેશનમાં હતો ત્યારે અનેક વાર સમાચાર આવ્યા હતા કે ફિલ્મી સિતારા શૂટિંગ કેન્સલ થવાને કારણે કૉમેડિયનથી નારાજ હતા. કપિલના વારં-વાર શૂટ કેન્સલ કરવાની હરકતોથી તે કંટાળી ગયા હતા. સેલેબ્સની નારાજગી પર કપિલે કહ્યું- સાચું કહ્યું તો ક્યારેય મારાથી કોઈ નારાજ થયું નહીં, ક્યારેય સેલેબ્સે રાહ જોવી નથી પડી. લખનારા તો લખ્યા કરે છે. મારા શૉનો ફૉર્મેટ એવો છે કે હું ઈચ્છું તો પણ મોડો પડી શકું નહીં. 2 વાગ્યે રોલ કરવાનો છે તો 4 કલાક પહેલા મારે સ્ટેન્ડઅપ અથવા રિહર્સલ કરવાની હતી. એવું થતું કે હું પહોંતી જતો હતો. જેમ જેમ ખબર પડતી હતી કે 1 વાગ્યે શાહરુખ ખાન આવવાના છે તો મારી એન્ગ્ઝાઈટી વધી જતી હતી. હું સેટ પરથી પોણા 1 વાગ્યે નીકળી જતો હતો. વિચારતો હતો કે મારાથી આ નહીં થાય. એવું થતું હતું કે મારું મન નહોતું થતું, પણ લોકો આ સમજી નથી રહ્યા. તે ફેસ દરમિયાન મને લાગ્યું કે મારું મન નથી તો કેમ મારી પાસેથી કામ કરાવી રહ્યા છો.
ADVERTISEMENT
શાહરુખે કપિલને શું સમજાવ્યું?
કપિલ કહે છે કે - જ્યારે શાહરુખ ખાન સાથે શૂટ કેન્સલ થયું, મને ગિલ્ટ તો થતું જ હતું. બીજા દિવસે તમે હજી વધારે ડિપ્રેશનમાં રહો છો. શૂટ કેન્સલ થવાના 3-4 દિવસ બાદ તે આવ્યા, તે ફિલ્મ સિટીમાં ક્યાંક બીજે શૂટ માટે આવ્યા હતા. મને ખાસ મળવા આવ્યા હતા. કદાતચ તે મને એક આર્ટિસ્ટ તરીકે મારી સ્થિતિ સમજ્યા, તેમણે એક કલાક મને પોતાની ગાડીમાં બેસાડી રાખ્યો, મારી સાથે વાતો કરી. મને પૂછ્યું કે શું ડ્રગ્સ લેવાનું શરૂ કર્યું છે? મેં કહ્યું- ના ભાઈ, ડ્રગ્સ તો ક્યારેય નથી લીધા. મેં જણાવ્યું તે આ ફેસ શરૂ થયો છે જેમાં કામ કરવાનું મન નથી થતું. તેમણે સારી વાતો સમજાવી. પણ તે ફેસમાં તમે કોઈના સમજાવવાથી નથી સમજતા, વસ્તુઓને સમજવામાં સમય લાગે છે. મેં પણ પહેલીવાર ડિપ્રેશનનો સામનો કર્યો હતો.
જ્યારે દિવસમાં પણ દારૂ પીવા લાગ્યો હતો કપિલ
કપિલ શર્માએ ડિપ્રેશનના દિવસો પર વાત કરતા જણાવ્યું કે, લોકોને કદાચ લાગતું હતું કે આ શરાબ ખૂબ જ વધારે પીવા માંડ્યો છે. જો કે, કારણ એ ક્યારેય નહોતું, કદાચ એન્ગ્ઝાઈટી થતી હતી, લોકોને મળવાની, સ્ટેજ પર જવાનું ગભરામણ હતું. તે વસ્તુમાંથી નીકળવા માટે મેં દારૂ પીવાનું શરૂ કર્યું. પહેલા રાતે પીતો હતો. પછી દિવસમાં પણ પીવાનું શરૂ કર્યું. શરાબના નશામાં તો કૉન્ફિડેન્સ રહેતો હતો. મારાથી ભૂલ થઈ કે હું પોતાને ટેમ્પરરી સ્વસ્થ રાખવા માટે પી લેતો હતો.
આ પણ વાંચો : જાપાની મહિલાએ જણાવ્યું Twitter પર હોળીનો વીડિયો શૅર કરવાનું કારણ, `હું ચિંતા...`
`તે એક ફેસ હતો જે નીકળી ગયો. તે ખૂબ જ ખરાબ ફેસ હતો, નહોતું લાગતું કે ક્યારેય આમાંથી બહાર પણ નીકળી શકીશ. ફરી થોડોક સમય બાદ જ્યારે ગિન્ની મને વિદેશ લઈને ગઈ. હું રસ્તા પર ફરવા માંડ્યો. ઘરમાંથી બહાર નીકળ્યો, ટ્રાવેલ કર્યો તો મગજ ઠેકાણે આવવા માંડ્યું. ડાએટ સારું લીધું, પછી ધીમે ધીમે લાઈફસ્ટાઈલ બદલાવા માંડી.`