આઇ એમ સોરી
કપિલ શર્મા
કપિલ શર્મા અને ‘ધી કપિલ શર્મા’ શો સામાન્ય રીતે વિવાદમાં રહેવા માટે સર્જાયો છે. જોકે આ વખતે શરૂ થયેલી ઇનિંગમાં કપિલ આ વાતથી બચતો રહેતો હતો પણ એમ છતાં એનાથી ભાંગરો વટાઇ જ ગયો અને માર્ચ મહિનાના અંતિમ વીકએન્ડના એપિસોડમાં એનાથી અજાણતાં જ કાયસ્થ સમાજ માટે અણછાજતી કમેન્ટ થઈ ગઈ અને કાયસ્થ સમાજ આખો એક થઈને વિરોધ પર ઉતરી આવ્યો. જોકે એ પછી તો લૉકડાઉન અને કોરોનાએ વાત રફેદફે થઈ ગઈ હોય એવી પરિસ્થિતિ નિર્મિત કરી દીધી હતી પણ કાયસ્થ સમાજે વાત પડતી નહોતી મૂકી. કપિલ તરફથી કોઈ રીએકશન નહોતું આવતું એટલે ફાયનલી કાયસ્થ સમાજ અને સમાજના અગ્રણીઓએ કોર્ટ કેસ કરવા ઉપરાંત પોલીસ કેસ કરવાની અને શોનો બહિષ્કાર કરવાની ધમકી આપતાં કપિલને લાગ્યું કે વાત હાથમાંથી નીકળી જશે એટલે તેણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી કાયસ્થ સમાજની બે હાથ જોડી માફી માગી લીધી. અલબત, આ માફી સ્વીકાર્ય છે કે નહીં એનો સમાજ તરફથી કોઈ જવાબ હજુ સુધી આવ્યો નથી.
કપિલ શર્મા અગાઉ પણ અનેક વખત વિવાદ ઊભા કરી ચુક્યો છે અને એ પછી તેણે માફી પણ માગી છે. કાયસ્થ સમાજ એ તેની માટે વધુ એક કિસ્સો છે.

