Kapil Sharmaએ જણાવ્યું કે તે પોતાના શૉ પર પીએમ નરેન્દ્ર મોદીને ઈન્વાઈટ કરી ચૂક્યા છે. જાણો પીએમ મોદીએ કપિલ શર્માને શું જવાબ આપ્યો હતો.
ફાઈલ તસવીર
એક્ટર અને કૉમેડિયન કપિલ શર્માના (Kapil Sharma) શૉ ધ કપિલ શર્મા શૉ (The Kapil Sharma Show) ખૂબ જ લોકપ્રિય છે. દરેક ઊંમરના લોકો આ શૉના ચાહક છે. કપિલના શૉમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, રામ ચરણ અને જૂનિયર એનટીઆર જેવા સિતારા પોતાની ફિલ્મોના પ્રમોશન માટે આવતા રહે છે. હવે કપિલ શર્માએ ખુલાસો કર્યો છે કે તે પોતાના શૉમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપી ચૂક્યા છે. જો કે, તેમણે હાલ શૉમાં આવવાની ના પાડી દીધી.
મેં મોદીજીને બોલાવ્યા હતા પણ...
આજ તક સાથે ઈન્ટરવ્યૂ દરમિયાન કપિલ શર્માએ જણાવ્યું કે તે પોતાના શૉમાં નરેન્દ્ર મોદીની મેજબાની કરવા માગે છે. તેમણે કહ્યું, "હું પર્સનલી જ્યારે મળ્યો પ્રાઈમ મિનિસ્ટર સાહેબને, તો મેં તેમને કહ્યું કે સર ક્યારેક અમારા શૉ પર પણ આવી જાઓ તમે. તેમણે મને ના ન પાડી. તેમણે કહ્યું કે અત્યારે તો મારા વિરોધી ખૂબ જ કૉમેડી કરી રહ્યા છે...એવું કંઈ કહ્યું. આવશે ક્યારેક. તો તેમણે ના નથી પાડી. જો તેઓ આવશે તો અમારું સૌભાગ્ય છે."
ADVERTISEMENT
મોદીજીએ ક્રેક કર્યા અનેક જોક્સ
કપિલ શર્માએ આગળ કહ્યું કે હું ઇચ્છીશ કે વડાપ્રધાન સાહેબની લાઈટર બાજુ લોકોની સામે આવે. તો લોકો પણ જુએ રસપ્રદ, અને મસ્તી-મજાકવાળી વાતો. કૉમેડિયને કહ્યું કે, "મુંબઈમાં ફિલ્મ મ્યૂઝિયમનું ઉદ્ઘાટન થયું, તો મોદીજીએ ખૂબ જ સારા-સારા જોક્સ ત્યાં ક્રેક કર્યા હતા. આખી ઈન્ડસ્ટ્રી ત્યાં બેઠી હતી. તો હું ઈચ્છું છું કે જે અમે જોયું હતું તે, આખું વિશ્વ જોઈ શકે. હું તો બોલાવતો રહીશ તેમને."
આ પણ વાંચો : 1 કરોડ રોકડ, 2 કિલોથી વધુ સોનું અને ઘરેણાં, જાણો EDને શું-શું મળ્યું?
આ દિવસે રિલીઝ થશે કપિલ શર્માની ફિલ્મ
જણાવવાનું કે કપિલ શર્મા હાલ પોતાની નવી ફિલ્મ ઝ્વિગાટોને લઈને ચર્ચામાં છે. આમાં તે એક ડિલીવરી બૉયના પાત્રમાં જોવા મળશે. નંદિતા દાસના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 17 માર્ચ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પહેલા કપિલ શર્મા `કિસ કિસ કો પ્યાર કરૂં` અને `ફિરંગી` જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂક્યા છે. જો કે, કમાણી મામલે આ ફિલ્મો કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી.