આ શોમાં કામ્યા બંજારણ ગૌરીનું પાત્ર ભજવી રહી છે
કામ્યા પંજાબી
કામ્યા પંજાબી તેના શો ‘સંજોગ’માં પોતાની જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે. આ શોમાં બે જુદી-જુદી મમ્મીઓની વાત કરવામાં આવી છે જેમાં તેમની પોતપોતાની દીકરી સાથે કેવો સંબંધ હોય છે વિશે વાત કરવામાં આવી છે. આ શોમાં કામ્યા બંજારણ ગૌરીનું પાત્ર ભજવી રહી છે. આ વિશે કામ્યાએ કહ્યું કે ‘હું હંમેશાં મારા પાત્રને પર્સનલ ટચ આપતી આવી છું. મને જ્યારે મારા પાત્ર વિશે જાણ થઈ હતી ત્યારે હું ખૂબ જ એક્સાઇટ થઈ હતી. મને ખબર હતી કે મને મારા લુક સાથે એક્સપરિમેન્ટ કરવા મળશે. શોને સાઇન કર્યા બાદ મેં મારા માટે રિંગ, નોઝ પિન, જૂતી અને અન્ય વસ્તુઓ ખરીદવાનું શરૂ કરી દીધું હતું. શોની સ્ટાઇલિસ્ટ સાથે હું મારી પોતાની જ્વેલરી પણ પહેરવાની પસંદ કરું છું જેથી ગૌરીની ઑથેન્ટિક સાઇડને દેખાડી શકાય. મને મારાં કપડાં સાથે પણ એક્સપરિમેન્ટ્સ કરવા ગમે છે.’