એક્ટ્રેસનું કહેવું છે કે તેમની ફ્લાઈટ જર્મનીના મ્યુનિક સાથે કનેક્ટ થવાની હતી, પણ પછીથી તે કેન્સલ થઈ ગઈ. આને કારણે શ્વેતાને એક આખો દિવસ દીકરી સાથે ઍરપૉર્ટ પર જ વિતાવવો પડ્યો.
શ્વેતા ક્વાત્રા (ફાઈલ તસવીર)
ટેલીવિઝનના જાણીતા શૉ `કહાની ઘર ઘર કી`માં પલ્લવીનું પાત્ર ભજવનારી અભિનેત્રી શ્વેતા કવત્રાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શ્વેતા જણાવી રહી છે કે મુંબઈથી ન્યૂયૉર્ક જવામાં તેમની સ્થિતિ કેવી બગડી છે અને કેવી રીતે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એક્ટ્રેસનું કહેવું છે કે તેમની ફ્લાઈટ જર્મનીના મ્યુનિક સાથે કનેક્ટ થવાની હતી, પણ પછીથી તે કેન્સલ થઈ ગઈ. આને કારણે શ્વેતાને એક આખો દિવસ દીકરી સાથે ઍરપૉર્ટ પર જ વિતાવવો પડ્યો.
30 કલાક સુધી ફસાઈ રહી શ્વેતા
વીડિયો શૅર કરતી વખતે શ્વેતા જણાવી રહી છે કે કેવી રીતે તે ન્યૂયૉર્ક પહોંચી ગઈ છે, પણ તેનો સામાન હજી પણ તેને મળ્યો નથી. આ વાતને અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે. વીડિયોમાં એક્ટ્રેસ કહે છે, "તો અમે મુંબઈથી લુફ્થાંસા ઍરલાઈન્સથી ટ્રાવેલ કર્યું હતું. અમને મ્યુનિકથી બીજી ફ્લાઈટ મળવાની હતી, જે કેન્સલ થઈ ગઈ. અમે ત્યાં ફસાઈ ગયા. હું મારી દીકરી સાથે ત્યાં 26થી 30 કલાક ફસાઈ રહી. કોઈ અમારી મદદ કરનાર નહોતું. તે ઈચ્છતા હતા કે જો અમે સવાલ પૂછવા માગીએ છીએ તો અમારે પાંચથી છ કિલોમીટર લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે."
ADVERTISEMENT
અઠવાડિયાથી નથી મળ્યો સામાન
તેમણે આગળ જણાવ્યું, "ફર્સ્ટ ક્લાસ સેન્ટર પર સ્ટાફ હતો. હું ત્યાં હઈ તો તેમણે મને અને મારી દીકરીને ત્યાંથી બહાર કાઢી નાખ્યા. તે ખૂબ જ રૂડ હતા. તેમણે એ સાંભળવાની પણ ના પાડી દીધી કે મારે પૂછવું શું છે. આ ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. અમે ઍરપૉર્ટ પર રાત વિતાવી. પછી અમને વાયદો કરવામાં આવ્યો કે અમારો સામાન ફ્લાઈટમાં અમારી સાથે આવશે, જે થયું નહીં. આજે અમે ન્યૂયૉર્ક આવ્યા તેને સાત દિવસ થઈ ગયા છે. અમને હજી સુધી અમારો સામાન નથી મળ્યો. આ ખરેખર અમને પાગલ બનાવી દેશે."
View this post on Instagram
એક્ટ્રેસ શ્વેતા ક્વાત્રાએ વધુ એક વીડિયો શૅર કરીને પોતાના ફેન્સ અને ફૉલોઅર્સ પાસે મદદ માગી છે. તેમણે કહ્યું કે જો કોઈ સામાન પાછો મેળવવામાં તેમની મદદ કરી શકે તો સારું રહેશે. શ્વેતાની પોસ્ટ પર અનેક યૂઝર્સે તેમને જણાવ્યું કે ઍરલાઈન્સ સાથેનો તેમનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો છે. શ્વેતાને ઍરલાઈન્સે જણાવ્યું કે તેમનો સામાન નથી મળી રહ્યો. આ માટે તેમણે ફરિયાદ પણ નોંધાવી દીધી છે.
આ પણ વાંચો : ધાર્મિક મૂલ્યો સમજાવવા જૈનપંથીઓ માટે `નાટક` કેમ શ્રેષ્ઠ માધ્યમ? વાંચો વિશેષ અહેવાલ
કરિઅરની વાત કરીએ તો શ્વેતા ક્વાત્રાને સીરિયલ `કહાની ઘર ઘર કી` દ્વારા ફેમ મળી. આ સિવાય તેમણે `ઘર એક મંદિર`, `કુસુમ`, `યે મેરી લાઈફ હૈ` અને `જસ્સી જૈસી કોઈ નહીં` જેવા શૉઝમાં પણ કામ કર્યું હતું. ફિલ્મોમાં પણ શ્વેતાએ કામ કર્યું છે. એક્ટર માનવ ગોહિલ સાથે શ્વેતાએ 2004માં લગ્ન કર્યા હતા. બન્નેને એક દીકરી પણ છે.