હા, અલીગઢમાં ગરમાગરમ આલુ કચોરી અને જલેબીનો રિવાજ છે અને આ રિવાજ ‘જીજાજી છત પર કોઈ હૈ’ના જલ્દીરામે સેટ પર પણ શરૂ કરાવી દીધો છે
અનુપ ઉપાધ્યાય
સોની સબ ટીવીના શો ‘જીજાજી છત પર કોઈ હૈ’માં જલ્દીરામનું કૅરૅક્ટર નિભાવતો અનુપ ઉપાધ્યાય અલીગઢનો છે. અનુપને બહુ નવાઈ લાગે છે કે ગુજરાતીઓ ફાફડા-જલેબી કેમ ખાતા હશે. આવી નવાઈ લાગવાનું કારણ જાણવા જેવું છે. અનુપ કહે છે, ‘અમારે ત્યાં અલીગઢમાં ગરમાગરમ આલુ કચોરી અને જલેબી ખાવાની સિસ્ટમ છે. સવારે અમારા ઘરે આ બન્ને વરાઇટી આવે એટલે અમને એવું જ લાગે કે આ તહેવાર છે.’
સેટ પર એક વાર ફાફડા-જલેબી આવ્યાં એટલે અમરે એ ખાવાને બદલે બીજા દિવસે આલુ કચોરી અને જલેબી મગાવીને બધાને એ ટેસ્ટ કરાવી. બધાને બહુ મજા આવી એટલે પછી તો આ કચોરી-જલેબીનો શિરસ્તો બની ગયો. અનુપ કહે છે, ‘ગરમાગરમ અને એકદમ સૉફ્ટ એવી કચોરી સાથે ચાસણીમાં ઝબોળેલી કડક જલેબી ખાવાની મજા અદ્ભુત છે. હવે તો મારા કો-આર્ટિસ્ટ ઘરે પણ આ જ કૉમ્બિનેશન ખાય છે.’
ADVERTISEMENT
ફાફડા-જલેબીના કૉમ્બિનેશન સાથે આ નવું કૉમ્બિનેશન ટ્રાય કરવામાં કશું ખોટું નથી.

