‘ભાભીજી ઘર પર હૈ!’માં તે અનેક વખત ડાન્સ કરતી જોવા મળી છે
શુભાંગી અત્રે
‘ભાભીજી ઘર પર હૈ!’માં અંગૂરીભાભીના રોલમાં જોવા મળતી શુભાંગી અત્રે ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં જોવા મળે એવી શક્યતા છે. તેનું કૉમિક ટાઇમિંગ લોકોને પણ ખૂબ ગમી રહ્યું છે. ‘ભાભીજી ઘર પર હૈ!’માં તે અનેક વખત ડાન્સ કરતી જોવા મળી છે. આ જ કારણ છે કે ‘ઝલક દિખલા જા’ના મેકર્સે તેને આ શો માટે અપ્રોચ કરી છે અને શુભાંગીને પણ આ ડાન્સ રિયલિટી શોમાં ભાગ લેવાની ઇચ્છા છે. આ શોમાં કદાચ અર્શી ખાન, અદા ખાન અને શાહિર શેખનાં નામોની પણ ચર્ચા ચાલી રહી છે. જોકે હજી સુધી કોઈ નક્કર માહિતી નથી મળી. એટલું જરૂર કહી શકાય કે અંગૂરીભાભી એટલે કે શુભાંગી અત્રેને ડાન્સ કરતા જોઈને તેના ફૅન્સ પણ જોશમાં આવી જાય તો નવાઈ નહીં.